ગાંધીએ આરોપ લગાવ્યો કે 2024માં સત્તામાં રહેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફક્ત ૨૫ બેઠકો ‘ચોરી’ કરવાની જરૂર હતી અને ભાજપે લોકસભા ચૂંટણી દરમિયાન 33,000થી ઓછા મતોથી 25 બેઠકો જીતી હતી.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ વોટર લિસ્ટ વેરિફિકેશન (SIR) મુદ્દે ફરી એકવાર ચૂંટણી પંચની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે મહારાષ્ટ્ર અને કર્ણાટકના મતદારોની યાદી રજૂ કરતાં બંને રાજ્યોમાં નકલી વોટર્સ હોવાનો આરોપ મૂક્યો છે.
- Advertisement -
રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી ચૂંટણી પંચની ધાંધલીનો પર્દાફાશ કરતાં કહ્યું કે, બંધારણનો પાયો વોટ છે. એવામાં આપણે વિચારવુ જોઈએ કે, શું યોગ્ય લોકોને વોટ આપવાનો હક અપાઈ રહ્યો છે, શું મતદારયાદીમાં નકલી મતદારોને જોડવામાં આવ્યા છે.
રાહુલ ગાંધીએ પ્રેઝેન્ટેશન સાથે ‘પુરાવા’ આપ્યા:
- Advertisement -
મહારાષ્ટ્રમાં 40 લાખ મતદારો રહસ્યમયી
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, મહારાષ્ટ્ર ચૂંટણીમાં મતોની ચોરી થઈ. અમે મહારાષ્ટ્રમાં હારી ગયા. મહારાષ્ટ્રમાં 40 લાખ મતદારો રહસ્યમયી છે. મતદાર યાદી મુદ્દે ચૂંટણી પંચે જવાબ આપવો જોઈએ અને જણાવવુ પડશે કે, મતદાર યાદી યોગ્ય છે કે, ખોટી? ચૂંટણી પંચ ઈલેક્ટ્રોનિક ડેટા કેમ નથી આપતી? અમે પંચ પાસે વારંવાર ડેટા મગાવ્યો હતો, પરંતુ તેમણે આપ્યો નહીં. તેમજ જવાબ આપવાનો પણ ઈનકાર કરી દીધો.
ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગત
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, અમારી તપાસમાં મતદારોની યાદીમાં ગેરરીતિ જોવા મળી છે. જેમાં ઘણા લોકોના પિતાના નામની આગળ કંઈક લખવામાં આવ્યું છે. મતદાર યાદીમાં 40 હજાર મકાનોના સરનામા શૂન્ય છે. ડુપ્લીકેટ મતદારોની સંખ્યા અનેકગણી છે. 11 હજાર લોકો સંદિગ્ધ છે. જેમણે ત્રણ વખત મત આપ્યો છે. એક જ સરનામા પર 46 મતદારો છે. આ ચૂંટણી પંચ અને ભાજપની મિલીભગત છે.
આ પાંચ રીતથી થઈ રહી છે વોટ ચોરી
- ડુપ્લિકેટ વોટર્સ
- ફેક અને ઈનવેલિડ એડ્રેસ
- એક જ સરનામા પર બલ્ક વોટર્સ
- ઈનવેલિડ ફોટો
- ફોર્મ 6નો દુરૂપયોગ