કાલે 5 વાગ્યે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરસભા-પ્રચાર બંધ
ભાજપ, કૉંગ્રેસ અને આપ ગેરેન્ટી કાર્ડ સાથે મેદાનમાં ઉતર્યા
ભાજપ અને અન્ય પક્ષોએ અન્ય જિલ્લાના કાર્યકરોના ધાડા ઉતાર્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જૂનાગઢ મહાનગર પાલિકા સાથે જિલ્લાની 6 નગર પાલિકાની ચૂંટણી યોજાવાને હવે બે દિવસ બાકી છે. ત્યારે કાલે સાંજે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થશે અને તમામ પક્ષોના ઉમેદવાર ડોર ટુ ડોર પ્રચાર કરશે અને વધુમાં વધુ મતદાન થયા તેવા પ્રયાસ કરશે હાલ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન અંતિમ બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે ભાજપ સાથે અન્ય પક્ષોએ અન્ય જિલ્લાની મનપા સહીતના કાર્યકરો અને આગેવાનો ધાડેધાડા ઉતાર્યા છે.અને ચૂંટણીના પ્રસાર પ્રચારના એક દિવસ બાકી રહ્યો છે. ત્યારે શહેરની ગાલીયો અને શેરીઓમાં તમામ ઉમેદવારો જોર શોરથી પ્રચાર કાર્ય શરુ કર્યું છે. જૂનાગડ સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં દુવિધા, સુવિધા, સમસ્યા અને મુશ્કેલીને ધ્યાને રાખીને મતદાતાઓ મતદાન કરશે તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે.ત્યારે ભાજપ દ્વારા શહેરના કરેલા વિકાસ કાર્યોને ધ્યાને રાખીને મતદારો પાસે જઈને મત આપવા અપીલ કરી રહ્યા છે.તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને અપક્ષો ભાજપના કરેલા વિકાસ કાર્યોનો હિસાબ માંગીને શહેરમાં ઘટતી સુવિધા અને લોકોને પડતી મુશ્કેલી જેવા મુદ્દાને લઈને મતદારોને રીઝવી રહ્યા છે.ત્યારે મનપાની ચૂંટણીમાં ત્રણેય પક્ષો ગેરન્ટી કાર્ડ સાથે મહા પાલિકાના મહા જંગમાં જંપલાવ્યું છે. હવે શહેરના શાણા મતદારો કોના તફરે ગુપ્ત મતદાન કરશે તેતો આગામી તા.18ના પરિણામ બતાવશે કે, કોની જીત થાય છે.? સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં મોટા શહેરોમાં પણ પક્ષ જોઈને મતદાન થતું હોય છે પરંતુ આ વખતે પક્ષને બદલે જૂનાગઢવાસીઓ તેમની સુવિધાઓ અને સમસ્યાઓ જોઈને મતદાન કરે તેવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો હોવાથી ભાજપની ઉંઘ હરામ થઈ ગઈ છે.
ગત ચૂંટણીની સરખામણીએ આ વખતે ભાજપની અનેક વોર્ડમાં પેનલો તૂટશે અને બેઠકો પણ ઘટશે તેવું ખુદ પ્રદેશ ભાજપના નેતાઓ પણ અંદરખાને સ્વીકારી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ લોકોની નારાજગી મતદાન પેટી સુધી પહોંચાડવામાં કાચોનનહાલ ચૂંટણીનો પ્રચાર ચરમ સીમાએ છે. મુખ્ય પક્ષ ભાજપ, કોંગ્રેસ સહિતના અન્ય પક્ષો મતની ભીખ માંગવા લોકો પાસે દોડધામ કરી રહ્યા છે. મતદારો આ વખતે ઉમેદવારો અને પક્ષને તેમની સમસ્યા મોઢે કહી રહ્યા છે. આવી સ્થિતિના કારણે ભાજપ વધુને વધુ સક્રિય બનવા અને લોકોનો રોષ શાંત પાડવા એડીચોટીનું જોર લગાવે છે. જોષીપરાના બે વોર્ડના લોકોની જૂનાગઢના પ્રભારી મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં બેઠક યોજી હતી. તેમાં પણ ચૂંટણીનો જોઈએ તેવો ઉત્સાહ જોવા મળ્યો નથી. આ ઉપરાંત વોર્ડ વાઈઝ અને વોર્ડની સોસાયટીઓમાં ભજીયા પાર્ટી સહિતના પ્રોગ્રામ થઈ રહ્યા છે તેમાં પણ ટાર્ગેટ મુજબ લોકોની સંખ્યા થતી નથી. આ તમામ સ્થિતિ વચ્ચે તેમના ક્યા મુખ્ય કારણો છે તેનું અંદરખાને મનોમંથન પણ કરવામાં આવી રહ્યું છે. જેમાં ટિકિટ વહેંચણીમાં ભાજપની જે ગાઈડલાઈન હતી તેનું પુરતું પાલન થયું નથી, પાર્ટીના લોકોને બદલે પોતપોતાના માણસોને ગોઠવવામાં આવ્યા છે, ભૂતકાળમાં જે લોકોએ શાસન ચલાવ્યું ફરી તેનો જ દબદબો રહે તેવી સ્થિતિ છે. ભાજપે ચૂંટણી માહોલ ન બનાવવા માટે જોઈએ તેટલા કાર્યકરો એકઠા થતા ન હોવાથી ભાડાના માણસો રાખી અથવા તેમના વિસ્તારના ન હોય તેવા લોકોને બોલાવી પ્રચાર કરવો પડી રહ્યો છે. આવા અનેક કારણોથી આ વખતે જૂનાગઢ શહેરમાં મતદાનનો ટ્રેન્ડ દર વખત કરતા અલગ જોવા મળી રહ્યો છે. પાર્ટીને બદલે જૂનાગઢ વાસીઓ તેમની સુવિધા અને સમસ્યાને લઈ મતદાન કરે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. બીજી તરફ કોંગ્રેસ પણ જોઈએ તેવો પ્રચાર કરવામાં નિષ્ફળ હોય તેવું રાજકીય લોકો માની રહ્યા છે.
જૂનાગઢ જિલ્લામાં 559 પોસ્ટલ બેલેટ ઇસ્યુ કરાયા
જૂનાગઢ મનપાની ચૂંટણી સાથે છ પાલિકાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે ચૂંટણી પ્રક્રીયામાં ફરજમાં રોકાયેલા કર્મચારીઓ અને સર્વીસ વોટર માટે ખાસ બેલેટ પેપરથી મતદાન કરવાની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. ત્યારે આજ સુધીમાં 559 પોસ્ટલ બેલેટ ઇસ્કયુ કરાયેલા છે. તે પૈકી માત્ર 59 મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ છે. ત્યારે સમગ્ર જિલ્લામાં પોસ્ટલ બેલેટથી મતદાન માટે 918 અરજી કરવામાં આવી હતી. જેમાંથી ચૂંટણી તંત્ર દ્વારા સર્વીસ વોટર માટે 90 પોસ્ટલ બેલેટ અને 896 પસ્ટલ બેલેટ કર્મચારીઓને મતદાન માટે ઇસ્યુ કરવામાં આવ્યા છે.