ભાજપ ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયાના સમર્થનમાં પરસોતમ રૂપાલાની જાહેર સભા યોજાઈ
ટંકારા-પડધરીના ભાજપ ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયા રેકોર્ડબ્રેક જીત મેળવશે
- Advertisement -
ગુજરાત-મોદીને બદનામ કરતા તત્વોની ડિપોઝીટ ડૂલ કરવા અને ડબલ એન્જીનવાળી ભાજપ સરકારને મત આપવા પરસોતમ રૂપાલાની હાંકલ
કેન્દ્ર અને રાજ્ય સરકારીની વિવિધ યોજનાઓના સીધા અને પહેલા લાભ મેળવવા માટે સ્થાનિક સ્તરે ભાજપ ધારાસભ્ય હોવા જરૂરી
ખાસ-ખબર સંવાદદાતા
ટંકારા-પડધરી વિધાનસભા-66ના ભાજપ ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયાના સમર્થનમાં રાજ્યસભાના સાંસદ અને ભાજપના સ્ટાર પ્રચારક પરસોતમ રૂપાલાએ જાહેર સભા સંબોધીને મતદારોને ગુજરાત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાળો આપી વગોવી રહેલા તત્વોની ડિપોઝીટ ડૂલ કરાવવા જણાવ્યું હતું. ગતરોજ મોરબીના ધુનડા રોડ ઉપર રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે આયોજિત જાહેરસભામાં પરસોતમ રૂપાલાએ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત સરકારે છેલ્લા 25 વર્ષમાં કરેલા લોક કલ્યાણના કામોની ભરમાર હોવાનું જણાવી શિક્ષણ, આરોગ્ય, પાણી સહિતના કામો ગણાવી કેન્દ્ર સરકારે વિકાસમાં રોળા નાખી નર્મદા યોજના અટકાવી હતી પરંતુ નરેન્દ્રભાઈ મોદીએ 72 કલાકના ઉપવાસ કરી નર્મદાનું અવતરણ કરાવ્યાનું જણાવ્યું હતું. આ તકે પરસોતમ રૂપાલાએ પ્રજાજનોને ગુજરાતને અને મોદીને બદનામ કરતા તત્વોની ડિપોઝીટ ડૂલ કરવા પણ હાંકલ કરી હતી. ભારત સરકારના મંત્રી અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સ્ટાર પ્રચારક પરસોતમ રૂપાલાએ ભાજપના ઉમેદવાર દુલર્ભજીભાઈ દેથરીયાના સમર્થનમાં ઝંઝાવાતી સભા સંબોધી કોંગ્રેસને આડે હાથ લીધી હતી અને લોકોને સૂત્ર આપ્યું હતું કે, ‘જય ભવાની કોંગ્રેસ જવાની’ તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, દેશ જ્યારે તકલીફમાં હતો ત્યારે કોંગ્રેસ શાસનમાં દેશનો વિકાસ રૂંધાઈ ગયો હતો.
- Advertisement -
કોંગ્રેસીઓમાં આત્મા હતો કે નહી? તેમણે કોંગ્રેસ કે બીજા કોઈ પક્ષની લોભામણી જાહેરાતોથી છેતરાયા વગર રાજ્યની ડબલ એન્જિનની સરકારના વિજય પટેલને જંગી મતોથી વિજય બનાવવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ખેતીવાડી અને રહેણાંકની લાઈન જુદી કરી ભાજપ સરકારે ગુજરાતમાં 24 કલાક વિજળી-પાણી પૂરા પાડ્યા છે. રાજ્યની યોજનાને કેન્દ્ર સમર્થન આપે અને કેન્દ્રની યોજનાને રાજ્ય અનુસરે તેને કહેવાય ડબલ એન્જીન સરકાર. કોંગ્રેસના શાસનમાં લોકો પાણી, વિજળી જેવી પાયાની સુવિધા માટે ખુબ પરેશાન હતા. પાછા કોંગ્રેસ વાળા કહે છે કે ‘અમારા કામ બોલે છે’, તમારા ‘ક્યા કામ બોલે છે?’ ગુજરાતની ખુશીનું કારણ નર્મદા યોજના છે, પીવાનું પાણી, ખેતીનું પાણી, ઉદ્યોગનું પાણી આપણી પાસે છે. નર્મદાને ગામડે ગામડે લઈ જવાનો સંઘર્ષ નરેન્દ્ર મોદીએ કર્યો હતો. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્ય અને દેશનો અવિરત વિકાસ થઇ રહ્યો છે તેમ જણાવીને સૌને મતદાન કરવાની અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ભાજપના કેન્દ્રીય મંત્રીઓની મોરબી જીલ્લામાં એક પછી એક જંગી સભાઓ બાદ ટંકારા-પડધરીની જનતાનો મિજાજ બદલાયો છે અને જનતાને સમજાયું છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારીની વિવિધ યોજનાઓના સીધા અને પહેલા લાભ મેળવવા માટે સ્થાનિક સ્તરે ભાજપ ધારાસભ્ય હોવા જરૂરી છે, પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી ભાજપ જ ભાજપ હશે તો દરેક કામ સરળતાથી થશે. વિકાસ પણ ઝડપી થશે. ટંકારા-પડધરીમાં ગત વખત જેવી ભૂલ આ વખત કરવાની નથી તેવું સમજાઈ જતા મતદારો આ વખતે ભાજપ ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયાને ચૂંટી કાઢશે અને ટંકારા-પડધરી બેઠક પરથી ભાજપ ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયા રેકોર્ડબેંક જીત મેળવશે એવું જણાય
રહ્યું છે.