5 વોલ્વ રાજકોટ વિભાગને મળી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા રાજકોટ એસટી ડિવિઝનને વધુ 5 અત્યાધુનિક એસી વોલ્વો બસ ફાળવવામાં આવતા તેનું આજે ધારાસભ્યના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. વોલ્વોની 15 આધુનિક વોલ્વો બસ હવે અમદાવાદ અને વડોદરા ઉપરાંત ભુજ અને નાથદ્વારા માટે પણ દૈનિક દોડાવવામાં આવશે.ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા પ્રજાને મુસાફરી દરમિયાન વધુ સુખાકારી યુક્ત પરિવહન સેવાઓ મળી રહે તે માટે સૌપ્રથમ વર્ષ 2010થી અમદાવાદ-વડોદરા વચ્ચે 10 હાઈટેક પ્રકારના પ્રીમિયમ વાહનો સંચાલનમાં મૂકવામાં આવ્યા હતા. આ સર્વિસમાં મુસાફરોનો સારો પ્રતિસાદ મળતા એસટી નિગમ દ્વારા ઉત્તરોતર વધારો કરી દિવાળી દરમિયાન 10 નવી વોલ્વો ફાળવવામાં આવી હતી.
- Advertisement -
રાજકોટથી ભુજ સાદી એસ.ટી બસ પોણા સાત કલાકમાં પહોંચાડે છે, જ્યારે નવી એસટી વોલ્વો બસ માત્ર 6 કલાકમાં ભુજ પહોંચાડશે જેનું ભાડું રૂ. 634 છે. જે વાયા મોરબી, સામખીયાળી, ગાંધીધામ અને ભચાઉ થઈને જશે. જ્યારે રાજકોટથી નાથદ્વારા રૂટની નવી એસટી વોલ્વો બસ 12 કલાકમાં પહોંચાડશે જેનું ભાડું રૂ. 1,371 છે. જે વાયા મોરબી, અમદાવાદ, હિંમતનગર, શામળાજી અને ઉદેપુર થઈને જશે. રાજકોટ એસટી વિભાગના વિભાગીય નિયામક જે. બી. કલોતરાએ જણાવ્યું હતું કે, રાજકોટ એસટી વિભાગ દ્વારા હાલ 90 જેટલી ઇલેક્ટ્રીક એસી બસ અને 54 જેટલી એસી વોલ્વો બસની ટ્રીપ દોડે છે.
એટલે કે દરરોજની 144 ટ્રીપ દોડે છે.
નવી વોલ્વો બસનો રૂટ અને સમય
રૂટ સમય
રાજકોટથી ભુજ 06: 00, 12:30, 17:30
ભુજથી રાજકોટ 05:00, 10:00, 13:00
રાજકોટથી નાથદ્વારા 16:30
નાથદ્વારાથી રાજકોટ 16: 30



