ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રેંજ આઇજી નિલેશ જાજડીયાએ વાર્ષીક ઇન્ફેકશન અનુસંધાને ગિર-સોમનાથ જિલ્લાના ઊના તેમજ તાલાલા પોલીસ સ્ટેશન વીઝીટ કરી હતી. તેની સાથે જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ રેંજ આઇજીની ગીર-સોમનાથ વિઝીટ અંતર્ગત પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મિલ્કત સબંધી તથા શરીર સબંધી ગુનાઓ, અનડીટેકટ ગુનાઓ રેકર્ડ તથા રજીસ્ટરોની નિભાવણી, પોલીસનુ ટર્ન આઉટ, સ્વચ્છતા વિગેરેની ચકાસણી કરવામાં આવેલ તેમજ કાયદો વ્યવસ્થા સુદ્રઢ બને અને ગુનાખોરી અંકુશમાં રહે, અસામાજિક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર કાયદાકીય કાર્યવાહી કરવા બાબતે, ટ્રાફીક નિયમન બાબતે પોલીસની વિવેકબુદ્ધી, વ્યવહાર, પોલીસની શારિરીક ફીટનેશ જળવાઇ રહે તે બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ પોલીસ સ્ટેશન ખાતે આવતા અજરદાર ફરીયાદી, ભોગ બનનાર વિગેરેની રજુઆતો બાબતે સમસ્યાઓનું નિરાકરણ સંતોષકારક રીતે લાવી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્ર સાર્થક કરવા જણાવવામાં આવેલ છે.
જયારે તાલાલા પોલીસ સ્ટેશન હદમાં જંગલ વિસ્તારમાં થતી વન્યપ્રાણીઓની હેરાનગતી તેમજ જંગલની ચંદન, સાગ વગેરે વૃક્ષોના કટીંગ જેવી અસામાજીક પ્રવૃત્તિ કરતા સ્થાનિક તેમજ બહાર રાજયના ઇસમો પર વોંચ રાખી વન વિભાગ સાથે સંકલનમાં રહી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.