ફોટો પ્રદર્શન, સિંહ પોસ્ટર પ્રેઝન્ટેશન, શોર્ટ ફિલ્મની સ્પર્ધા યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢન સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃત્તિ આવે અને સિંહ સંરક્ષણમાં લોકોની ભાગીદારી વધે તે હેતુથી સમગ્ર વિશ્વમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2013 માં આફ્રિકન લાયન એન્વાયર્નમેન્ટ રિસર્ચ ટ્રસ્ટ એલર્ટના સ્થાપકો દ્વારા તા.10 ઓગષ્ટના વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરુઆત કરવામાં આવી હતી.
- Advertisement -
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વાઈલ્ડ લાઇફ એન્ડ કનઝર્વેશ સ્ટડીઝ અને લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટના સંયુક્ત ઉપક્રમે શહેરનાં બિલખા રોડ સ્થિત સી.એલ.કોલેજ કેમ્પસ ખાતે યોજનાર સિંહ દિવસની ઉજવણી અંતર્ગત સિંહ ફોટો પ્રદર્શન, સિંહ પોસ્ટર પ્રેઝન્ટેશન અને શોર્ટ ફિલ્મ સ્પર્ધા યોજાશે.આ સ્પર્ધા અને તેમાં ભાગ લેવા માટે નરસિંહ મહેતા યુનિવર્સિટી અથવા સી.એલ.કોલેજ કેમ્પસ ખાતે કાર્યરત સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વાઈલ્ડ લાઇફ એન્ડ કનઝર્વેશ સ્ટડીઝ ખાતે સંપર્ક કરવો.
વિશ્વમાં સિંહની મૂળભૂત સાત પ્રજાતિઓ પૈકી અત્યારે માત્ર બે જ પ્રજાતિઓ જોવા મળે છે. સિંહને બે પેટાજાતિઓ : આફ્રિકન સિંહ (પેન્થેરા લીઓ લીઓ) અને એશિયાટિક સિંહ (પેન્થેરા લીઓ પર્સિકા)માં વર્ગીકૃત્ત કરવામાં આવે છે. એશિયાઇ સિંહએ ભારતમાં જોવા મળતી 5 મોટી બિલાડી ઓ માંથી એક છે. અન્ય ચાર પ્રજાતિમાં બેંગોલ ટાઇગર, ભારતીય દિપડો, બરફનો દિપડો (તક્ષજ્ઞૂ હયજ્ઞાફમિ), અને ધબ્બેદાર દિપડો (ભહજ્ઞીમયમ હયજ્ઞાફમિ) છે. એશિયાટિક સિંહો આફ્રિકન સિંહો કરતા થોડા નાના હોય છે. બિલાડી કુળનું સિંહ એકમાત્ર પ્રાણી છે કે જેને પૂંછડી પર વાળનો ગુચ્છો જોવા મળે છે. નર સિંહના ગળાની આસપાસ લાંબા વાળ જોવા મળે છે. જેને ‘કેશવાળી’ કહેવામાં આવે છે.
સિંહ પ્રેમીઓમાં થતી વાત મુજબ ગીરમાં સિંહની વેલર તથા ગઢીયો નામની બે જાત જોવા મળે છે. સિંહનું સરેરાશ આયુષ્ય 18 વર્ષ આસપાસ છે. સિંહણનો ગર્ભાવધિકાળ 105 થી 110 દિવસનો હોય છે. સિંહને 18 નખ હોય છે, સિંહનાં સમૂહને પ્રાઈડ તરીકે ઓળખવામાં આવે છે.
સમગ્ર વિશ્ર્વમાં તા.10 ઓગસ્ટને વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
- Advertisement -
ગુજરાતમાં સિંહની સૌથી વધુ વસ્તી જૂનાગઢ જિલ્લામાં છે ગુજરાતમાં આવેલું ગીર જંગલ અને વન્યજીવન અભયારણ્ય ગીરની સ્થાપના 1965માં કરવામાં આવી હતી, તે 1,412 ચો.કી.મી., 258 ચો.કી.મી.રાષ્ટ્રીય ઉદ્યાન અને 1153 ચો.કી.મી.અભયારણ્યના વિસ્તારમાં ફેલાયેલું છે. ત્યારે આગામી 10 ઓગષ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી આપણા ગૈારવંતા સિંહને ગૈારવ અપાવીએ તેમ ડો. નિષીથ ધારૈયાએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.



