સૌરાષ્ટ્ર પ્રાંતના 380 જેટલા કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
- Advertisement -
જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની એક બેઠક કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે રાખવામાં આવેલ હતી જેમાં સૌરાષ્ટ્ર પ્રાંતના 26 જિલ્લા માંથી 380 જેટલા કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કષ્ટભંજન હનુમાનજી મંદિર હરિ પ્રકાશ સ્વામી તેમજ વિહિપ ગુજરાત ક્ષેત્ર સંગઠન મંત્રી રંગ રાજેજી તથા ગુજરાત ક્ષેત્ર મંત્રી અશોકભાઈ રાવલ, કેન્દ્રીય મંત્રી દેવજીભાઈ રાવત સામાજિક સમરસતા, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી કિરીટભાઈ મિસ્ત્રી, સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ભરતભાઈ મોદી, સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી ભુપતભાઈ ગોવાણી સહિતના તમામ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિ રહી હતી.
આ બેઠક માં આગામી આયોજનોની ચર્ચા તેમજ નવા કાર્યકર્તાની ઘોષણા પણ થયેલ હતી. મે મહિના માં અલગ અલગ અભ્યાસ વર્ગ ની તૈયારીઓ તેમજ ષષ્ઠી પૂર્તિ વર્ષ નિમિતે પ્રત્યેક ગામો માં સમિતિ બને એવા સંકલ્પ સાથે બેઠક નું સમાપન થયેલ હતું તેમ સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચાર પ્રસાર પ્રમુખ હિરેન રૂપારેલિયા એક યાદીમાં જણાવ્યું છે.