છત્તીસગઢના આદિવાસી નેતા વિષ્ણુરાય સાય 13 ડિસેમ્બર એટલે કે આજ રોજ શપથ ગ્રહણ કરશે. નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ જોરદાર ચાલી રહી છે. આદિવાસી સમાજના દિગ્ગજ નેતા વિષ્ણુરાય સાય છત્તીસગઢના ચોથા મુખ્યમંત્રી બનવા જઇ રહ્યા છે. રાયપુરમાં યોજાનાર શપથ ગ્રહણ સમારોહમાં બપોરે બે વાગ્યે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. વડાપ્રધાન મોદી પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેશે.
રાજધાની રાયપુરમાં આવેલા સાઇન્સ કોલેજ મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા, સહિતા કેટલાય મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતાઓ સામેલ થશે. જેની તૈયારીઓ ચાલી રહી છે.
- Advertisement -
શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદીની સુરક્ષાને લઇને પર્યાપ્ત સંખ્યામાં પોલીસ ફોર્સને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. જેમાં એડીજી સ્તરના એક અધિકારી અને આઇજી સ્તરના 4 અધિકારીઓ હાજર રહેશે. કાર્યક્રમની સાથે-સાથે ટ્રાફિકની સમસ્યાનું પણ ધ્યાન રાખવામાં આવશે.
માનવામાં આવી રહ્યું છે કે, મુખ્યમંત્રીની સાથે બે ડેપ્યુટી સીએમ સહિત મંત્રીમંડળ પણ શપથ ગ્રહણ કરશે. મંત્રીમંડળની પસંદગીને લઇને હજુ ચર્ચા ચાલી રહી છે. જેની રાહ પ્રદેશની જનતાને પણ છે, જો કે મંત્રિમંડળના સભ્યોને લઇને વિચારણ ચાલુ છે. સમારોહમાં કેનદ્રિય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રિય મંત્રી ડો. મનસુખ માંડવિયા, ભાજપા પ્રદેશ પ્રભારી ઓમ માથુર, સહ પ્રભારી નિતિન નબીન સહિત બીજા રાજ્યોના મુખ્યમંત્રી સામેલ થશે.