કરણપરાથી ગરબા ગાવાથી માંડીને અત્યાર સુધીની રોમાંચક સફરને વર્ણવતાં વિશાલ વરૂ
રાસની રમઝટ બોલાવતા સુપ્રસિદ્ધ લોકગાયક વિશાલ વરૂની ‘ખાસ-ખબર’ સાથેની સંગીતગોષ્ઠિ
- Advertisement -
નાનપણથી સંગીતનો શોખ: આગામી દિવસોમાં ન્યુ આલ્બમ ‘ભાઈબંધી’નું સોંગ રજૂ થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના સુપ્રસિદ્ધ લોકગાયક વિશાલ વરૂ નવરાત્રિ દરમિયાન ‘અબતક સુરભી’ રાસોત્સવમાં પોતાના સૂરના સથવારે ખેલૈયાઓને ડોલાવી રહ્યા છે. લોકગાયક વિશાલ વરૂએ અનેક પ્રાચીન-અર્વાચીન રાસ ગરબા ઉપરાંત લોકડાયરા તેમજ લગ્ન પ્રસંગમાં પણ અનેક ગીતો રજૂ કર્યા છે ત્યારે હાલમાં તેમનું એક ગીત ‘રામનાથ મહાદેવ નામ જ્યા લેવાય’ ખૂબ જ ટ્રેન્ડીંગમાં છે અને ધૂમ મચાવી રહ્યું છે. આ સાથે અનેક આલ્બમ સોંગ પણ રજૂ કર્યા છે અને ગુજરાતી શોર્ટ મૂવીમાં પણ અનેક ગીતો ગાયા છે. ઘરે રજવાડી કાનુડો, આવે મહાદેવ, જોગમાયા સહિતના આલ્બમ સોંગ રજૂ કર્યા છે.
- Advertisement -
લોકગાયક વિશાલ વરૂ રાજકોટની પ્રાચીન કરણપરા ગરબીમાં 10 વર્ષ સુધી ગરબા ગાયા અને કરણપરા ગરબી ચોકથી સંગીત ક્ષેત્રમાં લોકગાયક વિશાલ વરૂએ ડગલું માંડ્યું છે અને આજે રાજકોટના ખેલૈયાઓના મનપસંદ સીંગર બની ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ લોકડાયરો, ગરબા, મ્યુઝિકલના તમામ કાર્યક્રમો રાખે છે. ‘ખાસ-ખબર’ સાથેની વાતચીત દરમિયાન વધુમાં લોકગાયક વિશાલ વરૂએ જણાવ્યું હતું કે, મેં પ્રાચીન-અર્વાચીન રાસ-ગરબા ઉપરાંત લોકડાયરા તેમજ લગ્ન પ્રસંગમાં પણ અનેક ગીતો રજૂ કરેલા છે. સમગ્ર ગુજરાતમાં નવરાત્રી દરમ્યાન મારા કાર્યક્રમ હોય છે. ઉપરાંત સાઉથ આફ્રિકાના યુગાન્ડા કંમ્પાલામાં પાટીદાર સમાજની નવરાત્રીનો કાર્યક્રમો કર્યો હતો.અને વિદેશની ધરતી પર કાર્યક્રમ કરવાનો મને મોકો મળ્યો હતો.. વિદેશની ધરતી અને આપણા દેશની ધરતી બંને જગ્યાએ કાર્યક્રમો કર્યો છે. પરંતુ જે જુસ્સો-ઉમંગ-ઉલ્લાસ આપાણા લોકોમાં છે તેમાં પણ ખાસ કરીને વાત કરીએ રાજકોટના ખેલેયાઓની તો તેની વાત જ કંઈક અગલ. છે. રાજકોટના જેવા ખેલૈયાઓ બીજે ક્યાંય ન થાય. અહીંના લોકો દ્વારા મને કાર્યક્રમ દરમ્યાન ઘણું પ્રોત્સાહન મળે છે.
મુલાકાત દરમ્યાન વિશાલ વરૂએ જણાવ્યું હતું કે, સંગીતનો શોખ મને ઘણા સમયથી છે અને છેલ્લા 5-7 વર્ષ આ ક્ષેત્રમાં સઠળાતાની સીડી સર કરી રહ્યો છું. દરેક કલાકારની શરૂઆત એક નાના સ્ટેજ પરથી જ થતી હોય છે. બસ તેવી જ રીતે મારી કારર્કીદીની શરૂઆત રાજકોટના પ્રાચીન રાસ-ગરબા માટે પ્રખ્યાત એવા કરણપરા ગરબી ચોકથી થઈ હતી. ત્યાં મેં 10 થી 12 વર્ષ સુધી નવરાત્રીમાં ગરબા ગાયા છે. કરણપરા ગરબી ચોકથી ખૂબ નાની ઉંમરમાં જ મને મોટી સફળતા મળી છે. પ્રાચીન ગરબીથી શહેરભરમાં નામના મેળવનાર કરણપરા ગરબી ચોકમાં માળી તારા અવોર નગાડા વાગે… જેવા અનેક ગીતો મેં રજૂ કર્યા છે અને ટૂંક સમયમાં ન્યુ આલબમ ભાઈબંધીનું ગીત લોન્ચ થશે. તેવું અંતમાં વિશાલ વરુ એ જણાવ્યું હતું.