કેન્દ્રીયમંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં પોરબંદરને લગતા વિકાસલક્ષી પ્રશ્ર્નોની બેઠક મળી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં સરકીટ હાઉસ, ગાંધીનગર ખાતે પોરબંદર લોકસભાના વિકાસલક્ષી કામો અને વિવિધ પ્રશ્ર્નોને લઈને બેઠક યોજી હતી. આ બેઠકમાં ઉદ્યોગ શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ, જળસંપત્તિ, મંત્રી મુકેશભાઈ પટેલ, પોરબંદર વિસ્તારના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
આ બેઠકમાં મંત્રી મુળુભાઈ બેરા વન અને પર્યાવરણ વિભાગ હેઠળ પોરબંદર બરડા અભયારણ્યમાં વસતા માલધારી ભાઈઓને રી-લોકેટ કરવા અંગેની યોજના બનાવવા, પોરબંદર ફોરેસ્ટ ડિવિઝન હેઠળની ઘટતી સુવિધાઓ પૂરી પાડવા, કુતિયાણા વિસ્તાર હાલ જૂનાગઢમાં સમાવિષ્ઠ છે જેને પોરબંદરમાં સમાવવા થયેલ હુકમનો ઝડપથી અમલ કરાવવા અંગે સૂચન કરેલ હતા. તેમજ પ્રવાસન વિભાગના પ્રશ્નોમાં મૂળ દ્વારકા (વિસાવાડા) બીચ વિકસાવવાના કામને વર્ષ 2023-24ના બજેટમાં સમાવેશ કરેલ છે, મૂળ દ્વારકા-હર્ષદ પ્રવાસન કોરિડોરના ભાગરૂપે 12 કી.મી.ના દેશના સૌથી લાંબા બીચ તરીકે વિકસાવવા અંગેની કાર્યવાહી તાકીદે હાથ ધરવા તેમજ હર્ષદ માતાજી મંદિરના વિકાસ કામ હાથ ધરવું તથા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળને વિકસાવવા મહાત્મા ગાંધી જન્મસ્થળ કોરિડોર પ્રોજેક્ટને વર્ષ 2025-26માં સમાવેશ કરવો તથા તેના માટે આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્ધસલ્ટન્ટની નિમણૂક કરવા અંગેના પ્રશ્નો તથા સાંસ્કૃતિક વિભાગ હેઠળ પોરબંદરના જૂના સેક્રેટરીએટ બિલિડીંગમાં રાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ બનાવવું અને પોરબંદર જિલ્લામાં લાઇબ્રેરી માટે નવું જિલ્લા કક્ષાનું ભવન બાંધવું, તેમજ કુતિયાણા અને રાણાવાવ ખાતે તાલુકા કક્ષાનું લાઇબ્રેરી ભવન બાંધવું. સહિતના વિકાસ કામો અંગે વિગતવાર સૂચન કરવામાં આવેલ હતા.