સરકારી વકીલ વી.એન.માઢકની ધારદાર દલીલો
ખાસ-ખબર ન્યૂઝ ભેસાણ, તા.6
ભેસાણ તાલુકાના નવા વાધણીયા ગામના ખૂન કેસમાં સરકારી વકીલ વી.એન.માઢકની ધારદાર દલીલો ધ્યાને લઇ વિસાવદરના એડી. સેસન્સ જજ જયેશકુમાર શ્રીમાળીએ મુખ્ય આરોપી જમાલભાઈ બચુભાઈ સિપાઈને આજીવન કેદની સજા ફટકારતા કોર્ટ પરિસરમાં સન્નાટો છવાઈ ગયેલ હતો. આ અંગેની વિગત પ્રમાણે ભેસાણ તાલુકાના નવા વાધણીયા ગામના કાળુભાઇ જમાલભાઈ તથા આરોપીઓ જ્ઞાતીની મિટિંગમાં ભેગા થયેલા તેમાં ચાલીસમુ કરવા બાબતે મરણ જનાર કાળુભાઈ જમાલભાઈ વચ્ચે બોલાચાલી થતા આરોપી જમાલભાઈ બચુભાઈ સિપાઈએ આ કાળુભાઇ જમાલભાઈને કુંડળી વાળી લાકડી વડે માથાના ભાગે જીવલેણ ઘા કાળુભાઇ જમાલભાઈને મારતા તેનું મૃત્યુ થયેલ જેમાં અન્ય ત્રણ આરોપી સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી.
- Advertisement -
જેમાં તપાસના અંતે પોલીસે ચાર્જશીટ કરેલું તે કામમાં ફરિયાદી તથા તેના ભાઈ અને પંચો તથા ડોકટર સાહેદોને તપાસેલ અને કડીયાળી લાકડી (કુંડલી) વાળી લાકડી ઉપર મરણજનારનું લોહી આવેલ હોય તે ફોરેન્સિક લેબના પુરાવા તથા તપાસ કરનાર અધિકારીની જુબાની અને વિદ્વાન એડી. પી.પી. વી. એન.માઢકે એવી દલીલ કરેલ કે ફરીયાદી અને નજરે જોનાર તેના ભાઈને તપાસેલ છે તેઓએ ફરિયાદ હકીકત મુજબની જુબાની આપેલ છે અને પંચો, નકશો બનનાર , ડોક્ટર અને પોલીસ સાહેદો એ પણ ફરિયાદ હકીકતને સમર્થન આપતી જુબાની આપેલ અને એફ.એસ.એલ. રિપોર્ટથી પણ કેસને સમર્થન મળેલ છે દજે દલીલને ધ્યાને લઇ વીસાવદર એડી.સેસન્સ કોર્ટે મુખ્ય આરોપી જમાલભાઈ બચુભાઈ સિપાઈને તક્ષીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારેલ છે.