જૂનાગઢ જિલ્લામાં વધુ બે બૅન્ક એકાઉન્ટ સાઇબર ફ્રોડના ગુના
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
- Advertisement -
વિસાવદરના મોટી મોણપરી ગામેથી એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા રૂપિયા 1,73,47,125 (એક કરોડ તોતેર લાખથી વધુ) પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવી, તે રકમને સગેવગે કરવાના ગુનામાં પોલીસે મામાદેવ એન્ટરપ્રાઈઝના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મોટી મોણપરી ગામે રહેતા અને ‘મામાદેવ એન્ટરપ્રાઈઝ’ નામે એકાઉન્ટ ધરાવતા નિર્મલકુમાર વલ્લભભાઈ સાવલીયાએ જૂનાગઢની ઈંઉઋઈ ઋઈંછજઝ ઇઅગઊં માં પોતાનું ખાતું ધરાવે છે. 24 જુલાઈ 2024 થી 13 ઓગસ્ટ 2024 દરમિયાન, આ શખ્સના એકાઉન્ટમાં અલગ-અલગ માધ્યમથી સાયબર ફ્રોડની મોટી રકમ જમા થઈ હતી. પોલીસ ફરિયાદ મુજબ, આરોપી નિર્મલકુમાર જાણતો હતો કે તેના એકાઉન્ટમાં જમા થતા રૂપિયા સાયબર છેતરપિંડીના છે, તેમ છતાં તેણે પોતાના આર્થિક ફાયદા માટે આ રકમ વિડ્રો કરી અથવા અન્ય સાથીદારોની મદદથી સગેવગે કરી હતી. સાયબર ફ્રોડના તાર ક્યાં જોડાયેલા છે તે દિશામાં વધુ તપાસ ચલાવી રહ્યા છે. વધુ એક ફ્રોડનો બનાવ ચોરવાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાયબર ક્રાઈમનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. માળીયા હાટીના તાલુકાના ખોરાસા ગીર ગામના એક શખ્સના બેંક ખાતામાં સાયબર છેતરપિંડી દ્વારા મેળવેલા 4.23 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી સગેવગે કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. ખોરાસા ગીર ગામે રહેતા અને ‘મારૂતિ ટ્રેડર્સ’ નામે પ્રોપરાઈટરશીપ ધરાવતા હિતેષભાઈ નાથાભાઈ ચાંડપાના જૂનાગઢ સ્થિત એક્સિસ બેંકના ખાતામાં 18 ઓગસ્ટ 2023 થી 23 નવેમ્બર 2025 દરમિયાન શંકાસ્પદ વ્યવહારો થયા હતા. આરોપી હિતેષભાઈ અને તેની સાથે સંડોવાયેલા અન્ય ઈસમોએ આ ખાતાનો ઉપયોગ કરી કુલ રૂ. 4,23,10,781 (ચાર કરોડ ત્રેવીસ લાખ દસ હજાર સાતસો એકાસી) મેળવ્યા હતા. પોલીસ ફરિયાદ મુજબ, આ રકમ સાયબર ફ્રોડ દ્વારા મેળવવામાં આવી હોવાનું જાણવા છતાં, આરોપીઓએ આર્થિક ફાયદો મેળવવા માટે આ નાણાંને અન્ય બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી સગેવગે કર્યા હતા. આ મામલે ચોરવાડ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.



