આંગણવાડી જર્જરિત થતા બંને આંગણવાડીના બાળકો એક જ જગ્યામાં સમાવેશ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રાજ્ય સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપીને દેશના ભાવી એવા નાના બાળકો માટે આંગણવાડી કેન્દ્રો શરુ કર્યા છે ત્યારે વિસાવદર જેતલવડ ગામની એક આંગણવાડી કેન્દ્ર જર્જરિત થતા અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા ગ્રામજનો દ્વારા જેતલવડ ગામની આંગણવાડીને દ્વારા તાળાબંધી કરી બંધ કરી દેવામાં આવી ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, દેશના ભાવી બાળકોનું ભવિષ્ય અધ્ધરતાલ ? જેતલવડ ગામની વસ્તી ત્રણ હજાર આસપાસ છે ત્યારે ત્યાં ત્રણ આંગણવાડી કેન્દ્રો આવેલા છે જેમાં એક કેન્દ્ર જર્જરિત થતા સરપંચ સહીત અને ગામના જાગૃત નાગરિકોએ ઊંચ અધિકારીને પત્ર લખી આંગણવાડી માટે યોગ્ય વૈકલ્પિક જગ્યા ફાળવી અથવા નવું આંગણવાડી કેન્દ્ર આપવા બાબતે રજૂઆત કરી હતી છતાં કોઈ યોગ્ય જવાબ નહિ મળતા સ્થાનિક લોકોએ આંગણવાડી કેન્દ્રને તાળાબંધી કરી હતી જયારે તંત્ર દ્વારા હાલ ત્રણ આંગણવાડીમાંથી બે આંગણવાડીના બાળકો એકજ આંગણવાડીમાં બેસાડી દેવામાં આવ્યા હાલ જે જગ્યા પર બે આંગણવાડીના બાળકો બેસે છે તે પણ જર્જરિત હાલતમાં જોવા મળે છે સરકાર કરોડો રૂપિયાના ખર્ચે દેશના કુપોષિત બાળકો પાછળ ખર્ચ કરે છે પણ જેતલવડ ગામની આંગણવાડીના મકાનો કુપોષિત જોવા મળે છે. જેતલવડ ગામના આંગણવાડી કેન્દ્રો હાલ ઇન્ચાર્જ ચાલી રહ્યા છે ત્યારે સરપંચ દ્વારા લેખિતમાં પત્ર જર્જરિત આંગણવાડી કેન્દ્રો માટે રજૂઆત કરી છે ત્યારે સ્થાનિક ઇન્ચાર્જ અધિકારીઓ દોષનો ટોપલો સરપંચ અને સ્થાનિક આગેવાનો સહયોગ આપતા નથી તેવા ગાણા ગાય રહ્યા છે ત્યારે હવે આંગણવાડી મુદ્દે જિલ્લાના ઉંચ્ચ અધિકારીઓ ક્યારે યોગ્ય નિર્ણય લઈને બાળકો પ્રત્યે સહાનૂભિતિ દર્શાવે છે તે જોવાનું રહ્યું.