ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
વિસાવદર નગરપાલિકા જાણે કોઈ બોડી બામણીનુ ખેતર હોય એવું લાગે છે. જયારે આરટીઆઇ એકટીવીસ્ટ મૌલિક રીબડીયાએ માહિતી અને નગરપાલિકા ખાતે પોતાની ફરીયાદ નોંધાવવા ગયેલ ત્યારે ત્યા ઓફીસ સમય દરમિયાન બધાજ કમેચારીઓ મી.ઈન્ડીયાની જેમ અદ્રશ્ય હતા.ચીફ ઓફીસરનુ કાર્યાલય બંધ હતું પણ હજુ પણ પાલિકાના પૂવે પ્રમુખ તથા ઉપપ્રમુખનુનું પાટીયું ઝુલતુ હતું.આ પરથી કહી શકાય કે વહીવટદારને આટલી ખબર પડે છે કે સતા પરથી દૂર થતાં તકિતઓ કાઢી નાખવી જોઈએ. નોટીસ બોડે પર લાગેલા કાગળનો થપ્પો કોઈ ઉકરડો હોય એવું લાગતું હતું.આ પરથી કહી શકાય કે પોતાની ઓફીસ જ આટલી ગંદકીથી ભરપૂર રાખતા અધિકારી સ્વચ્છતા અભિયાનની કેવી કામગીરી કરતા હશે.કમેચારીઓને આવવાનો અને જવાનો કોઈ નિશ્ચિત સમય જ નથી.કેટલાક કમેચારીઓ તો કાર્યાલય સમયે પાનના ગલ્લા પર ફરજ નિભાવતા જાણવા મળેલ છે.પાલિકાના આવા અણધડ વહીવટનુ વધુ એક ઉદાહરણ એ હતું કે એકપણ એન્જીનીયર હાજર નહોતો તો ભગવાન ભરોસે ચાલતી આ નગરપાલિકા ખાલી ઓન પેપર પર જ કામ દેખાડે છે.અનેક કૌભાંડોથી ખડબદતી આ નગરપાલિકાના ચિફ ઓફીસરને ના ઉચ્ચ અધિકારીઓ મામલતદાર કે પ્રાંત અધિકારી પણ કોઈ પગલાં લેતા કેમ ડરે છે એ લોકો પ્રશ્ર્નો પૂછી રહ્યા છે.
વિસાવદર નગરપાલિકાના કર્મચારીઓ ફરજ સમયે મિસ્ટર ઇન્ડિયાની જેમ ગાયબ?
