ઓવરબ્રિજ ડિઝાઇન મુદ્દે રજૂઆતને ધ્યાને લઈને યોગ્ય થશે: પ્રભારી મંત્રી રાઘવજી પટેલ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
- Advertisement -
જૂનાગઢ શહેરના રુ.397 કરોડના 91 વિકાસ કાર્યોનું મુખ્યમંત્રિ ભૂપેન્દ્ર પટેલના હસ્તે વર્ચ્યુલ રીતે લોકાર્પણ- ખાતમુહૂર્ત થયું જેમાં રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જૂનાગઢના વિકાસ કાર્યોના આ લોકાર્પણ – ખાતુ મુહૂર્ત સમારોહમાં મુખ્યમંત્રી વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહ્યા હતા જયારે ઓવરબ્રિજ ડિઝાઇન મુદ્દે રજૂઆતને ધ્યાને લઈને યોગ્ય થશે તેમ જૂનાગઢ પ્રભારી મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.
જૂનાગઢ સ્થિત શામળદાસ ટાઉન હોલ ખાતે આ સમારોહ યોજાયો હતો જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવનાર વિકાસ કાર્યોમાં વોર્ડ નંબર 8, 9, અને 10 માં વોટર સપ્લાય માટે ડિસ્ટ્રીબ્યુટ અને નેટવર્કની કામગીરી, જોઈન પાઇપલાઇન, સ્વિમિંગ પૂલ ફેજ -2, શહેરના વિવિધ વિસ્તારમાં સી.સી. રોડ અને પેવિગ બ્લોક, અમૃત 2.0 અંતર્ગત પાઇપલાઇનની કામગીરી ઉપરાંત હેરિટેજ બિલ્ડીંગ એવા નરસિંહ વિદ્યા મંદિરનું રુ. 14.91 કરોડના ખર્ચે નવીનીકરણ, મહાનગરપાલિકાના હદમાં આવેલ તમામ મિલકતોનું રુ.9.78 કરોડના ખર્ચે ૠ.ઈં.જ. બેઝ મેપિંગ સહિતના 81 વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આમ મુખ્યમંત્રી દ્વારા રુ.384.92 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ઉપરાંત ઈન્દ્રેશ્વર મંદિર ખાતેના વિકાસ કાર્યો, સોલિડ વેસ્ટ સેગ્રિગેશન પ્લાન્ટ સહિતના રુ.12.86 ખર્ચે નિર્મિત 10 વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું જેમાં આ કાર્યક્રમમાં મેયર ગીતાબેન મોહનભાઈ પરમાર, ડેપ્યુટી મેયર ગીરિશભાઈ કોટેચા, સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસક પક્ષના નેતા કિરીટભાઈ ભીંભા સહિત વોર્ડના કોર્પોરેટરો સહિતના મહાનુભાવો, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.