સૌની નજર નરેશ પટેલ પર
સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો પંચવર્ષી પાટોત્સવને ઓનલાઇન નિહાળી શકશે.
10 હજારથી વધુ LED સ્ક્રિન પર જીવંત પ્રસારણ
સવારે 9થી 10 વાગ્યા સુધી નરેશ પટેલ દ્વારા સમાજ જોગ સંદેશ આપવામાં આવશે
ખાસ-ખબર સંવાદદાતા
માં ખોડિયારનું મંદિર અને લેઉવા પાટીદાર સમાજની આસ્થાનું ધામ એટલે ખોડલધામ. ખોડલધામ મંદિરમાં ખોડિયાર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાને આવતીકાલે 21 જાન્યુઆરી 2022માં પાંચ વર્ષ પુરા થઇ રહ્યા છે ત્યારે આવતીકાલે ખોડલધામનો પંચવર્ષીય પાટોત્સવ વર્ચ્યુઅલી યોજાશે. જેમાં સવારે 9 થી 10 વાગ્યા સુધી નરેશ પટેલ દ્વારા સમાજજોગ સંદેશ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સમાજના લોકો દ્રારા ગામેગામ 10 હજારથી વધારે કઊઉ સ્ક્રિન મુકીને આ મહોત્વના સાક્ષી બનશે અને મહોત્સવ નિહાળશે.
- Advertisement -
આ પંચવર્ષિય મહોત્સવમાં લાખો લેઉવા પાટીદાર સમાજના લોકો સાક્ષી બનવા જઇ રહ્યા હતા જો કે કોરોનાાની મહામારીને કારણે આ મહોત્સવ વર્ચ્યુઅલ યોજાશે જેમાં દેશ વિદેશના લેઉવા પાટીદાર સમાજના લોકો વિવિધ માધ્યમોથી વર્ચ્યુલ જોડાશે. લોકો સરળતાથી આ મહોત્સવને માણી શકે તે માટે ખોડલધામ ટ્રસ્ટ દ્રારા અલગ અલગ ધાર્મિક ચેનલો ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કરાશે. આ ઉપરાંત ટ્રસ્ટના સોશિયલ મિડીયા પ્લેટફોર્મમાં પણ લાઇવ રહેશે. મહોત્સવને લઇને લેઉવા પટેલ સમાજમાં અનેરો ઉત્સાહ છે.
કોરોનાને કારણે રાજ્ય સરકારની એસઓપી સાથે આ કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે. નવી ગાઇડલાઈન પ્રમાણે કાર્યક્રમમાં ફેરફાર સાથે હવે સવારે 6 થી 9 વાગ્યા સુધી એક કુંડી મહાયજ્ઞનું આયોજન થશે ત્યારબાદ મંદિરમાં મહાઆરતી થશે અને પછી ધ્વજારોહણ કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટ દ્રારા આ કાર્યક્રમમાં મર્યાદિત લોકોને જ હાજર રહેવા સૂચન કર્યું છે.બાકીના લોકોન્ વર્ચ્યુઅલ જોડાવા વિનંતી કરી છે. આ કાર્યક્રમ બાદ સવારે 9 થી 10 વાગ્યે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ દ્વારા સમાજ જોગ સંદેશો આપવામાં આવશે જેના પર સૌકોઈ ની નજર મંડાયેલી છે.
ખોડલધામના આ કાર્યક્રમમાં પહેલા મહાસભાનું આયોજન થવાનું હતું પરંતુ કોરોનાની મહામારીને કારણે આ મહાસભાને મોકુફ રાખવામાં આવી છે અને હવે નવી તારીખ જાહેર કરવામાં આવશે.
બીજી તરફ છેલ્લા ઘણાં દિવસોથી નરેશ પટેલના રાજકારણમાં આવવાની સમાજની ઇચ્છાને કારણે ગુજરાતનું રાજકારણ પહેલાથી ગરમાયું છે ત્યારે 21મી જાન્યુઆરીના નરેશ પટેલના સમાજજોગ સંદેશા પર સૌની નજર રહેલી છે.મહત્વનું છે કે નરેશ પટેલ અગાઉ કહી ચૂક્યા છે કે તેઓ ખોડલધામના સ્ટેજ પર ક્યારેય રાજકારણ નહિ કરે ત્યારે આ સમાજના સંદેશામાં લેઉવા પાટીદાર સમાજને એક થવાનો અને અન્ય સામાજિક સુધારાના સંદેશાઓ આપી શકે છે.