બેરલમાંથી 3804 બોટલો કાઢવા કટર મશીનનો કરવો પડ્યો ઉપયોગ: સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે ઉઠ્યા સવાલો, આરોપી અતુલ સખીયા ફરાર
ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
- Advertisement -
રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (કઈઇ) એ વીરપુરમાં દારૂ છુપાવવા માટે વપરાયેલા એક અનોખા કીમિયાનો પર્દાફાશ કર્યો છે.
બાતમીના આધારે કરાયેલી રેડમાં બુટલેગરોએ લોખંડના મજબૂત બેરલોમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ બેરલો એટલી ચાલાકીથી પેક કરાયા હતા કે તેને ખોલવા માટે પોલીસે ઈલેક્ટ્રોનિક કટર મશીનનો સહારો લેવો પડ્યો હતો.
કઈઇની ટીમે કુલ 14 લોખંડના બેરલ કાપીને તેમાંથી નાની-મોટી 3804 વિદેશી દારૂની બોટલો બહાર કાઢી હતી. જપ્ત કરાયેલા દારૂ અને અન્ય સામગ્રી મળી કુલ રૂ. 9,06,016/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ જથ્થો અતુલ મનજીભાઈ સખીયાએ છુપાવ્યો હતો, જે હાલ પોલીસ પકડથી દૂર છે.
લાખો રૂપિયાનો દારૂ સ્થાનિક વીરપુર પોલીસના નાક નીચેથી પકડાયો હોવા છતાં, તે અંગેની ભાળ કઈઇને મળતા વીરપુર પોલીસની કામગીરી સામે અનેક ચર્ચાઓ જાગી છે.
રેન્જ આઈ.જી. અશોક કુમાર અને એસ.પી. વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ પી.આઈ. વી.વી. ઓડેદરાની ટીમે આ સફળ ઓપરેશન પાર પાડીને બુટલેગરોમાં ફફડાટ ફેલાવી દીધો છે.



