ICC T-20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતીને આખરે ટીમ ઈન્ડિયા દેશ પરત ફરી છે. ટીમ ઈન્ડિયાએ 29 જૂને બાર્બાડોસમાં સાઉથ આફ્રિકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું, પરંતુ બેરીલ તોફાનના કારણે ભારતીય ટીમ ત્યાં જ ફસાઈ ગઈ હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એક વિશેષ વિમાન દ્વારા ત્યાં ફસાયેલી ભારતીય ક્રિકેટ ટીમ અને ભારતીય પત્રકારોને પરત લાવ્યા.
વિરાટ કોહલી તેના ભાઈ અને બહેનને મળ્યો
જેમાં ભારત આવ્યા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા એક હાથે ટ્રોફી લઈને એરપોર્ટ પર જોવા મળ્યો હતો. જ્યારે ભારતીય ટીમ દિલ્હી એરપોર્ટ પર પહોંચી ત્યારે તેમનું શાનદાર સ્વાગત થયું. જયારે હવે સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી તેના ભાઈ અને બહેનને મળ્યાના ફોટો વાઈરલ થઇ રહ્યા છે. વિરાટે વિનિંગ મેડલ તેના ભાઈ વિકાસ કોહલીને પહેરાવ્યું હતું.
- Advertisement -
વિરાટની બહેન શેર કર્યા ફોટો
વિરાટની બહેન ભાવના કોહલી ઢીંગરાએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. ભારતીય ટીમે છેલ્લે 2013માં ICC ટ્રોફી જીતી હતી, ત્યારપછી ટીમ ઈન્ડિયા ઘણી વખત સેમીફાઈનલ અને ફાઈનલમાં પહોંચી હતી, પરંતુ તે જીતી શકી ન હતી. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ કેરેબિયન ધરતી પર 11 વર્ષ બાદ ટ્રોફી જીતી છે.
View this post on Instagram- Advertisement -
2007માં જીત્યો હતો પ્રથમ T20 વર્લ્ડ કપ ખિતાબ
ટીમ ઈન્ડિયાનો આ બીજો T20 વર્લ્ડ કપ ખિતાબ છે. આ પહેલા ભારતે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં 2007માં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ત્યાર બાદ ધોનીની કપ્તાનીમાં ભારતે 2011નો વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી. ટીમ ઈન્ડિયાએ હવે ત્રણેય આઈસીસી ટ્રોફી જીતી લીધી છે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ એકમાત્ર એવો ખિતાબ છે જે ભારત હજુ સુધી જીતવામાં સફળ નથી થયું.