વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચોની સીરિઝની પહેલી બે ટેસ્ટમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. કોહલીએ બીસીસીઆઈએ અંગત કારણ આપ્યું છે.
પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને લઇને એક મોટી ખબર સામે આવી રહી છે. ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચમાંથી કોહલી બહાર થઈ ગયો છે એટલે કે તે પહેલી બે મેચ નહીં રમે. આ માહિતી ખુદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આપી છે. બોર્ડ દ્વારા કહેવાયું કે વિરાટ કોહલીએ બીસીસીઆઈને વ્યક્તિગત કારણોનો હવાલો આપીને ઇંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે ટેસ્ટમાંથી ખસી જવા વિનંતી કરી છે. વિરાટે કેપ્ટન રોહિત શર્મા, ટીમ મેનેજમેન્ટ અને સિલેક્ટર્સ સાથે વાત કરી છે. કોહલીએ ભારપૂર્વક જણાવ્યું છે કે દેશનું પ્રતિનિધિત્વ કરવું એ હંમેશાં તેની ટોચની અગ્રતા રહી છે. બીસીસીઆઈ તેમના નિર્ણયનું સન્માન કરે છે. બોર્ડ અને ટીમ મેનેજમેન્ટે સ્ટાર બેટ્સમેનને પોતાનો ટેકો આપ્યો છે અને બાકીની ટીમ ટેસ્ટ શ્રેણીમાં પ્રશંસનીય પ્રદર્શન કરશે તેવો વિશ્વાસ છે. બીસીસીઆઈ મીડિયા અને ચાહકોને વિનંતી કરે છે કે તેઓ વિરાટ કોહલીની પ્રાઈવેસીનો આદર કરે ખોટીખોટી અટકળબાજી ન કરે અને ટૂંક સમયમાં વિરાટની બદલીના ખેલાડીનું એલાન કરવામાં આવશે.
- Advertisement -
પ્રથમ ટેસ્ટ મેચ હૈદરાબાદમાં
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. આ મેચ હૈદરાબાદના ઉપ્પલના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાશે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે. રોહિત શર્મા ટીમનું નેતૃત્વ કરશે.
VIRAT KOHLI WITHDRAWN HIS NAME FROM ENGLAND TEST SERIES FOR 2 TEST
-It is Real news or just a Prank cause some Rumers spread before South African Test series?
- Advertisement -
-I Hope he'll Play the all Test and shock everyone ❤🚩#ViratKohli #INDvENG #INDvsENG pic.twitter.com/9Gn0E7mEWE
— SiD'haNt K'BR (@Sidhant_KBR6508) January 22, 2024
ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીનો કાર્યક્રમ
પ્રથમ ટેસ્ટ : 25-29 જાન્યુઆરી, હૈદરાબાદ
બીજી ટેસ્ટ : 2-6 ફેબ્રુઆરી, વિશાખાપટ્ટનમ
ત્રીજી ટેસ્ટ : 15-19 ફેબુ્રઆરી, રાજકોટ
ચોથી ટેસ્ટ : 23-27 ફેબુ્રઆરી, રાંચી
5મી ટેસ્ટ : 7-11 માર્ચ, ધરમશાલા
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટ કીપર), કેએસ ભારત (વિકેટ કીપર), ધ્રુવ જુરેલ (વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્સર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રિત બુમરાહ, અવેશ ખાન.
ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમ : બેન સ્ટોક્સ (કેપ્ટન), રેહાન અહમદ, જેમ્સ એન્ડરસન, ગુસ એટકિન્સન, જોની બેયરસ્ટો, શોએબ બશીર, ડેન લોરેન્સ, ઝેક ક્રાઉલી, બેન ડકેટ, બેન ફોક્સ, ટોમ હાર્ટલી, જેક લીચ, ઓલી પોપ, ઓલી રોબિન્સન, જો રુટ, માર્ક વૂડ.