ઑસ્ટ્રેલિયન અખબારોમાં વિરાટ કવર પેજ પર : બોર્ડર-ગાવસ્કરના ખાસ આર્ટીકલ હિન્દી અને પંજાબીમાં છપાયા
સચિન તેંડુલકરના શબ્દો વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયામાં સૌથી લોકપ્રિય ભારતીય ક્રિકેટરોમાંનો એક છે. કેપ્ટનની ભૂમિકામાં ન હોવા છતાં, તે આગામી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો મુખ્ય ચહેરો બની ગયો છે. વિરાટ આ બ્લોકબસ્ટર સિરીઝ માટે પહેલાં ઓસ્ટ્રેલિયા પહોંચ્યો અને તરત જ ચર્ચામાં આવી ગયો હતો. મંગળવારે ’ધ ડેઇલી ટેલિગ્રાફ’ સહિત અનેક ઓસ્ટ્રેલિયન અખબારોએ આ શ્રેણી પર વિશેષ અંક પ્રકાશિત કર્યો હતો. ખાસ વાત એ હતી કે તેનાં કવર પર વિરાટની તસવીર હતી અને હેડલાઈન્સ અને લેખ હિન્દીની સાથે પંજાબી ભાષામાં પણ છપાયા હતા. 22 મી નવેમ્બરથી પર્થમાં શરૂ થનારી બોર્ડર-ગાવસ્કર શ્રેણી આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી શ્રેણીઓમાંની એક છે. આ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઓસ્ટ્રેલિયા 10 વર્ષમાં ભારત સામે તેની પ્રથમ શ્રેણી જીતવા માટે પ્લાનિંગ કરી રહ્યું છે, જ્યારે ટીમ ઈન્ડિયાને તેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આશા જીવંત રાખવા માટે સિરિઝ જીતવાની જરૂર છે.
- Advertisement -
પેને જુરેલ માટે બેટિંગ કરી :-
ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ટેસ્ટ કેપ્ટન ટિમ પેને યુવા વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ જુરેલને ટેકો આપતાં કહ્યું કે આ યુવા ખેલાડી આગામી શ્રેણીમાં સારી અસર કરી શકે છે. જુરેલે ગયાં અઠવાડિયે ઓસ્ટ્રેલિયા-એ સામે ભારત-એ તરફથી રમતી વખતે બે શાનદાર અડધી સદી ફટકારી હતી. પેને કહ્યું, ’તે એવો ખેલાડી છે જેણે ભારત માટે કેટલીક ટેસ્ટ મેચોમાં વિકેટકિપિંગ કરી છે. તેણે જે ત્રણ ટેસ્ટ મેચ રમી છે તેમાં તેની એવરેજ 63 ની છે. મેં જુરેલને ઓસ્ટ્રેલિયા એ સામે બેટિંગ કરતાં જોયો, તેથી જો તે આગામી શ્રેણીમાં નહીં રમે તો મને આશ્ચર્ય થશે.
મેકસ્વીની પડકાર માટે તૈયાર છે
- Advertisement -
ઓસ્ટ્રેલિયાનો નવો ઓપનર નાથન મેકસ્વીની પર્થ ટેસ્ટમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. તેણે કહ્યું, ’છેલ્લાં એક મહિનાથી મને ખરેખર લાગે છે કે હું અત્યાર સુધીની શ્રેષ્ઠ બેટિંગ કરી રહ્યો છું. મારે ઘણું શીખવાનું અને અનુભવવાનું છે. હું ટેસ્ટ ક્રિકેટનાં પડકારો વિશે બધું શીખવા અને શ્રેષ્ઠ ખેલાડીઓ સામે રમવા માટે ઉત્સુક છું.