ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાના 60 વર્ષ પૂર્ણ થતા ષષ્ટી પૂર્તિ અંતર્ગત માણાવદર શહેરના અનુપમ મિશન ખાતે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું જેમાં બૌદ્ધિક વક્તા વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના ધર્મ પ્રસાર પ્રમુખ મહાદેવભાઇ વિરા, માણાવદર સ્વામિ મંદિરના મોહન પ્રકાશદાસજી, અનુપમ મિશનના અશોકદાસજી, ભાગવત કથાકાર રવિન્દ્રભાઈ જોશી, રામ મંદિર કોઠારીયાના ભીખારામબાપુ મેસવાણિયા, શ્રી કષ્ટભંજન હનુમાન મંદિરના મહંત સાહિત્યના સાધુ અને સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ વિરાટ હિન્દુ સંમેલનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ વિરાટ હિન્દુ સંમેલન કાર્યક્રમના બૌદ્ધિક વક્તા મહાદેવભાઇ વિરાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્ર ગૌમાતા અને હિન્દુ ધર્મની રક્ષા કરવી એ આપણી જવાબદારી છે અયોધ્યામાં રામ મંદિર નિર્માણમાં પણ વિશ્વ હિન્દુ પરિષદનો મોટો સિંહ ફાળો હતો. ત્યારે વર્તમાન સમયમાં લવજેહાદ, લેન્ડ જેહાદ અને ગૌ હત્યા જેવા વિષયો પર વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકરો શું કામ કરી રહ્યા છે તે ભારત દેશના જન જન સુધી પહોંચે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષા દળ, માતૃશક્તિ અને દુર્ગાવાહિનીના સંયુક્ત ઉપક્રમે આવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
- Advertisement -
આ કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગપતિ, રાજકીય આગેવાનો, વેપારીઓ, સમાજના શ્રેષ્ઠિઓ, શિક્ષકો, મહિલાઓ સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા વિહીપ, બજરંગ દળ, ગૌરક્ષા દળ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ભારત વિકાસ પરિષદ, દુર્ગાવાહિની અને માતૃશક્તિના કાર્યકરો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
મેંદરડા ખાતે VHP અને બજરંગ દળ દ્વારા વિરાટ હિન્દુ સંમેલન યોજાયું
- Advertisement -
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ મેંદરડા પ્રખંડ દ્વારા લેઉવા પટેલ સમાજ ખાતે વિરાટ હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં સાધુ સંતો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય ધર્મપ્રચાર સહમંત્રી ધર્મેન્દ્રભાઈ ભાવાણી સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી વિરાટ હિન્દુ સંમેલનની શરૂઆત કરવામાં આવી હતી આ સંમેલનમાં મેંદરડા તાલુકાના 35 ગામના કાર્યકર્તા બંધુઓ જોડાયા હતા આ વિરાટ હિન્દુ સંમેલનના મુખ્ય વક્તા વિશ્વ હિન્દુ પરિષદના ધર્મપ્રચાર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્રભાઈ ભાવાણી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના તમામ જવાબદાર કાર્યકર્તાઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.