સિંગાપુરના કેસીનોમાં એક વ્યક્તિને 3.2 મિલિયન એટલે કે 33 કરોડ રૂપિયાનો જેકપોટ લાગ્યો હતો. આ જેકપોટ જીત્યાની એટલી ખુશી થઈ કે તે વ્યક્તિને હાર્ટ અટેક આવી ગયો. જેથી તેને તુરંત હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો.
મોટા ભાગે આંસુ ત્યારે જ આવે છે જ્યારે તમે કોઈ દર્દ – પીડા મહેસૂસ કરતા હોય. પરંતુ કેટલીક વખત ખુશીનાં કારણે પણ આંસુ આવી જતાં હોય છે. આવું હાર્ટ અટેકના કિસ્સામાં પણ અમુકવાર થતું હોય છે. સિંગાપુરથી આવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ વધુ પડતો ખુશ થતા તેને હાર્ટ અટેક આવી ગયો.
- Advertisement -
આ મામલો સિંગાપુરના મરીના બે સેન્ડ્સ કસીનોથી સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ અચાનક કરોડો રૂપિયા જીતતા તેની ખુશીનો પાર નહતો રહ્યો. કસીનોમાં 33.76 કરોડ રૂપિયા જીતતા તે વ્યક્તિ ખુશીના કારણે એટલો ઉછળ્યો કે તેને હાર્ટ અટેક જ આવી ગયો. આ વ્યક્તિને હાર્ટ અટેક આવતા કસીનોનો સ્ટાફ ગભરાઈ ગયો હતો.
આ વ્યક્તિ હાર્ટ અટેકના કારણે નીચે પડી જતાં બાદમાં તેને તુરંત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અત્યારે આ વ્યક્તિની તબિયત સારી હોવાનું જાણવા મળી રહ્યુ છે. આ વ્યક્તિ જ્યારે પૈસા જીત્યો ત્યારે તેને એવું લાગ્યું કે હવે તેની જીંદગી હવે બદલાઈ જશે. આ ખુશીના કારણે જ તેને હાર્ટ અટેક આવ્યો હતો.