દર્દીઓમાં જોવા મળી રહ્યા છે કોરોના જેવા જ લક્ષણો
હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટે આરોગ્ય વિભાગને કોરોના ટેસ્ટ કરવા કર્યું સુચન
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જીલ્લામાં વાયરલ ઇન્ફેકશનનું પ્રમાણ કુદકે ને ભુસકે વધી રહ્યું છે,હોસ્પિટલો ઉભરાઈ રહી છે,કોરોના જેવા જ લક્ષણો દર્દીઓમાં જોવા મળી રહ્યા છે.ત્યારે પોરબંદર હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટે આરોગ્ય વિભાગને કોરોના ટેસ્ટ કરવા સુચન કર્યું છે. પોરબંદર હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે,હાલ વાયરલ ઇન્ફેકશનનું પ્રમાણ વધી રહ્યું છે, લોકોમાં તાવ, શરદી, ઉધરસ, ઉલ્ટી, ઝાડા અને શરીરમાં અસહ્ય દુખાવો, ગળામાં ઇન્ફેકશનનું પ્રમાણ જોવા મળી રહ્યું છે,કોરોનાના તમામ લક્ષણો જેવા જ લક્ષણો અત્યારે જોવા મળી રહ્યા છે.ત્યારે આરોગ્ય વિભાગે કોરોના ટેસ્ટ કરવા જોઈએ, વધુમાં રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે,આ રોગચાળાથી બચવા આર્યુવેદિક ઉકાળાનું વિતરણ કરવું જોઈએ તેમજ નાસ લેવાનું રાખવું જોઈએ,બહાર જતી વખતે માસ્ક પહેરવું જોઈએ,આ રોગચાળો ઘરમાં એક વ્યક્તિને થાય એટલે તે સમગ્ર પરિવારને રોગનો ભોગ બનાવે છે. રામદેવભાઈ મોઢવાડિયા જણાવ્યું છે કે,અદ્રકના ટુકડાને મીઠા સાથે ઉકાળો અને તેને પીવાથી ગળાની ખરાશ અને ઉધરસમાં રાહત મળે છે.અદ્રકનો રસ ગરમ પાણી સાથે પીવાથી પણ ઉપયોગી સાબિત થશે,તાવ અને સર્દીમાં બાફ ખુબ ફાયદાકારક છે.ગરમ પાણીમાં કેલમિન કે યુકલિપ્ટસ તેલના થોડા બૂંદ નાખીને બાફ લેશો તો શ્વાસનળી ખુલવામાં સહાય થાય છે.
- Advertisement -
તુલસીની પાન, મીઠી અને આદુની ચા બનાવો અને રોજ બે-ત્રણ વાર પીવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે.ગરમ પાણીમાં થોડું મીઠું નાખી ગળા માટે ગાર્ગલ કરવાથી ગળાની દુખાવામાં રાહત મળે છે.રાત્રે સુતા પહેલા ગરમ દુધમાં હળદર નાખીને પીવાથી શરદી, ઉધરસ અને તાવમાં આરામ મળે છે.આદુના રસમાં એક ચમચી શહદ મિક્સ કરીને સવારે અને સાંજે લેશો તો ઉધરસમાં બહુ જલ્દી રાહત મળે છે,લસણમાં એન્ટીબેક્ટિરિયલ ગુણ હોય છે.લસણની કળીને તળીને ખાવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે.આ ઉપચાર કર્યાથી સામાન્ય શરદી, ઉધરસ અને તાવમાં આરામ મળશે.જો લક્ષણો વધુ રહે તો ડોક્ટરની સલાહ લેવી ખુબ જ જરૂરી છે.તેમ જણાવ્યું હતુ.



