ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરમાં રામ નવમીના તહેવાર બાદ આજથી ફરી VIP દર્શન શરૂ થઈ ગયા છે. રામ નવમીના તહેવારમાં મોટી સંખ્યામાં રામ ભક્તો અયોધ્યા ઉમટી પડ્યા હતા. જેને લઈને 18 એપ્રિલ સુધી વીઆઈપી દર્શન અને પાસના માધ્યમથી થતા દર્શન પર રોક લગાવી દેવામાં આવી હતી. ત્યાર હવે પાસના માધ્યમથી દર્શન અને આરતીમાં સામેલ થવાની વ્યવસ્થા ફરીથી શરૂ કરી દેવામાં આવી છે.
રામ મંદિર ટ્ર્સ્ટ દ્વારા વિશિષ્ટ દર્શન અને સુગમ દર્શનની બે નવી કેટેગરી નક્કી કરવામાં આવી છે. આ કેટેગરીમાં સવારે 9થી રાતના 9ના મધ્યમાં 2-2 કલાકના 6 અલગ-અલગ સ્લોટ ફાળવવામાં આવ્યા છે. જેમાં 80 પાસ ટ્ર્સ્ટ દ્વારા અને 20 પાસ ઓનલાઈન એમ કુલ 100 પાસ જારી કરવામાં આવે છે. આ રીતે એક દિવસમાં કુલ 600 પાસ જારી કરવામાં આવે છે.
- Advertisement -
આ સાથે જ રામલલ્લાની મંગળા, ભોગ અને શયન આરતીમાં સામેલ થવા માટે દરેક આરતીના 100 પાસ જારી કરવામાં આવે છે. આમાં પણ ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારે પાસ બને છે.