ફ્રાંસમાં કિશોરને પોલીસકર્મીએ ટ્રાફિકના નિયમો તોડવા બદલ ગોળી મારી દેતાં મોત, કિશોરની હત્યાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો, અત્યાર સુધીમાં અનેક વાહનોને આગના હવાલે કરાયા
ફ્રાંસમાં એક કિશોરની હત્યા બાદ હિંસા ફાટી નીકળ્યાને બે દિવસ થયા છે, જેમાં દેશના જુદા જુદા ભાગોમાંથી આગચંપી અને પથ્થરમારાના અહેવાલો આવી રહ્યા છે. લોકોની ભારે ભીડ પોલીસ અને સુરક્ષા દળો પર હુમલો કરી રહી છે. અત્યાર સુધીમાં અનેક વાહનોને આગના હવાલે કરવામાં આવ્યા છે. પોલીસે હિંસાના સંબંધમાં 31 લોકોની ધરપકડ કરી છે. હિંસાને કારણે 24 પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.
- Advertisement -
In France ,mass riots and clashes with security forces in a number of cities pic.twitter.com/Zg7xJXThmY
— Sprinter (@Sprinter99880) June 28, 2023
- Advertisement -
શું છે સમગ્ર મામલો ?
વાત જાણે એમ છે કે, મંગળવારે ફ્રાંસની રાજધાની પેરિસના ઉપનગર નાનતેરેમાં એક કિશોરને પોલીસકર્મીએ ટ્રાફિકના નિયમો તોડવા બદલ ગોળી મારી દીધી હતી. પોઈન્ટ બ્લેન્ક રેન્જમાંથી કિશોરને છાતીમાં ગોળી વાગી હતી. આ પહેલા પોલીસે જણાવ્યું કે, કિશોરે પોલીસકર્મીઓ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો, જેના પર પોલીસે ગોળીબાર કર્યો. જોકે આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસ ખોટું બોલી રહી હોવાનું સ્પષ્ટ થયું હતું. જેના કારણે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.
Rioting in France 🇫🇷 pic.twitter.com/CA8fyjHcPH
— Redneck Azn (@LMFireSystems1) June 29, 2023
મોટી સંખ્યામાં લોકોની ધરપકડ
આ તરફ રોષે ભરાયેલા લોકોએ પથ્થરમારો અને આગચંપી શરૂ કરી દીધી હતી. અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. નાનતેરે શહેરમાં વિરોધીઓએ આતશબાજી કરતાં આગ લાગી હતી. આ હિંસા દેશના વિવિધ ભાગોમાં ફેલાઈ ગઈ છે. બસોને આગ ચાંપવામાં આવી છે. દક્ષિણ ફ્રાંસના શહેર તુલોઝમાં પોલીસ અને દેખાવકારો વચ્ચે પથ્થરમારો થયો હતો. પોલીસે હિંસાના આરોપમાં 31 લોકોની ધરપકડ કરી હતી. હિંસાની ઘટનાઓમાં 24 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
#Breaking Update A policeman killed an #Arabic driver who refused to co-operate.
The driver was 17 and not allowed to drive. #Nanterre – just outside #Paris. Riots have now started. #France 👇 they are burning whole #France https://t.co/JKgxgLxrim pic.twitter.com/XafnuFQpxA
— Dr. Elystus Gale 📖🤺⚡ (@ElystusGale) June 28, 2023
ફ્રાંસમાં આ ઘટનાને લઈને રાજકારણ શરૂ
ફ્રાંસમાં પોલીસકર્મી દ્વારા કિશોરની હત્યાની નિંદા કરવામાં આવી રહી છે. અનેક સેલિબ્રિટીઓએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સરકારે પોતાના નિવેદનમાં સુરક્ષા દળોની પણ ટીકા કરી છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું કે. કિશોરની હત્યા અસ્વીકાર્ય અને અક્ષમ્ય છે. આ હત્યાકાંડને કોઈપણ રીતે વાજબી ઠેરવી શકાય નહીં. તમને જણાવી દઈએ કે, ફ્રાંસમાં બનેલી આ ઘટનાને પગલે પોલીસ નિયમોમાં સુધારાની માંગ ઉઠવા લાગી છે. ખાસ કરીને વંશીય લઘુમતીઓ સાથેના વ્યવહારમાં પોલીસના વર્તનની ટીકા થવા લાગી છે. ગયા વર્ષે ફ્રાંસમાં પોલીસ કાર્યવાહીમાં 13 લોકોના મોત થયા હતા.