બીરભૂમમાં અનેક ઘરોમાં આગ લગાવાઈ
બાગુતી ગામમાં તૃણમૂલ નેતા ભાદુ શેખની હત્યા થયા બાદ હિંસા ફાટી નીકળી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પ.બંગાળના બીરભૂમમાં તૃણમૂલ નેતાની હત્યા બાદ ફાટી નીકળેલી હિંસામાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. અહેવાલો અનુસાર, બાગુતી ગામમાં તૃણમૂલ નેતા ભાદુ શેખની હત્યા બાદ હિંસા ફાટી નીકળી છે. આ પછી ટોળાએ અનેક ઘરોમાં આગ લગાવી દીધી હતી. આ દરમિયાન 10 લોકો જીવતા સળગી ગયા છે. એક જ ઘરમાંથી 7 મૃતદેહો મળી આવ્યા છે.
સોમવારે મોડી રાત્રે બંગાળના બીરભૂમના રામપુરહાટમાં બોમ્બ ફેંકીને પંચાયત નેતા ભાદુ શેખની હત્યા કરવામાં આવી હતી. શેખ સ્ટેટ હાઈવે 50 પર જઈ રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા લોકોએ તેમના પર બોમ્બ ફેંક્યો હતો જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારબાદ તેમને રામપુરહાટની મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
- Advertisement -
રાજકીય હત્યાને કારણે TMCમાં સમર્થકોએ આ હુમલાનાં શંકાસ્પદોના ઘરોને આગ હવાલે કરી દીધા હતા. પોલીસે જણાવ્યું કે હત્યાના મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે તપાસ માટે STIની રચના કરવામાં આવી હોવાનું જાણવા
મળ્યું છે.


