દસ વાહનો, મંત્રીના ઘરને આગ લગાવાઇ, ધારાસભ્યના ઘરે તોડફોડ
હિંસામાં 20થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ, ડીએસપી બેભાન, જિલ્લામાં 144 લાગુ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આંધ્ર પ્રદેશના અમલાપુરમાં કોનસીમા જિલ્લાનું નામ બદલવાથી રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. મંગળવારે અમલાપુર ક્લોક ટાવર સેંટરમાં હિંસાની ઘટના સામે આવી હતી. જિલ્લાનું નામ નહીં બદલવાની માગ સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને 10 વાહનોને આગ લગાવી દીધી હતી.
પોલીસ પર પથ્થરમારામાં 20 પોલીસકર્મી ઘવાયા હતા. આંધ્ર પ્રદેશના કોનસીમા જિલ્લાનું નામ બદલીને બીઆર આંબેડકર કરવાનું સરકારે નક્કી કર્યું હતું. જેને પગલે કેટલાક લોકો ભડકી ગયા હતા અને નામ બદલવાના નિર્ણયને પરત લેવાની માગણી સાથે વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા હતા.