ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
જૂનાગઢ જિલ્લા પંચાયત ભવન ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.એકટ-1994 ની સલાહકાર સમિતિની સમીક્ષા બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લાની વિવિધ હોસ્પિટલ, ક્લિનિક, આરોગ્ય સંસ્થાઓને રીન્યુઅલ આપવા તેમજ નવા રજીસ્ટ્રેશન આપવા માટે કુલ 1 સંસ્થાઓને મંજુરી આપવામાં આવી હતી તેમજ 2 નવી એજન્સીઓને રજીસ્ટ્રેશન માટે મંજુરી આપવામાં આવી હતી. બેઠકમાં થયેલ ચર્ચા અનુસાર સમિતિ દ્વારા કરવામાં આવેલ કલીનીક ઈન્સ્પેકશનનો રીવ્યુ કરવામાં આવેલ.
- Advertisement -
તેમજ જિલ્લામાં કોઈપણ જગ્યાએ પીસી અને પીએનડીટી એક્ટનો ભંગ થતો હોવાનું ધ્યાને આવશે તો તે અંગે કડક પગલાં ભરવામાં આવશે. તે માટે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એમ.આર.સુતરીયા, પીએનડીટી કમિટીના ચેરમેન ભાવનાબેન વૈશ્નવ તેમજ આરોગ્ય શાખાના અધિકારીઓ એને સંબંધિત શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.