દિલ્હીમાં જંતર-મંતર પર ફોલ્ડિંગ બેડ બાબતે હોબાળો
વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ અમિત શાહને પત્ર લખ્યો
- Advertisement -
કુસ્તીબાજોના આંદોલન પર રાજકારણ ગરમાયું
જંતર-મંતર પર કુસ્તીબાજોની ચાલી રહેલી હડતાળમાં બુધવારે રાત્રે ભારે હોબાળો થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો અને કેટલાક પોલીસકર્મીઓ વચ્ચે કથિત રીતે ઝપાઝપી થઈ હતી. એટલું જ નહીં કુસ્તીબાજોએ પોલીસકર્મીઓ પર મારપીટનો આરોપ લગાવ્યો છે. આ ઝપાઝપીમાં કેટલાક વિરોધીઓને માથામાં ઈજાઓ પણ થઈ હતી. બુધવારે રાત્રે બનેલી ઘટના બાદ વિનેશ ફોગાટે હવે જાહેરાત કરી છે કે કુસ્તીબાજો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જીતેલા તમામ મેડલ પરત કરશે.
કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે અને તેની ધરપકડની માંગ કરી રહ્યા છે. આવો આપને જણાવીએ બુધવારે રાત્રે શું થયું, કુસ્તીબાજોના શું આરોપ છે, પોલીસનું શું કહેવું છે? જણાવવામાં આવી રહ્યું છે કે આ ઝપાઝપી રાત્રે 11 વાગ્યે જંતર-મંતર પર થઈ હતી. તેની પાછળનું મુખ્ય કારણ ફોલ્ડિંગ બેડ હતું. વરસાદને કારણે ગાદલા ભીના થઈ ગયા હતા, તેથી ફોલ્ડિંગ બેડ વિરોધ સ્થળ પર લાવવામાં આવી રહી હતી. જ્યારે પોલીસકર્મીઓએ તેમને રોક્યા તો આ આખો હોબાળો શરૂ થયો. રેસલર્સના કહેવા પ્રમાણે પોલીસકર્મીઓએ તેમની સાથે ગેરવર્તણૂક કરી અને મહિલા રેસલરો સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવી. મીડિયા સાથે વાત કરતા વિનેશ ફોગાટ રડી પડયા, તેમણે કહ્યું જો તેઓ અમને મારવા માંગતા હોય તો અમને મારી નાખો.
જ્યાં પોલીસનો દાવો છે કે અઅઙ નેતા સોમનાથ ભારતી તેમના સમર્થકો સાથે પલંગ લઈને પહોંચ્યા હતા. તો ત્યાં જ બજરંગ પુનિયાએ દાવો કર્યો કે અમે બેડનો ઓર્ડર આપ્યો હતો. અમે તેમને અંદર લાવતા હતા. જ્યારે મારામારી થઈ ત્યારે અઅઙ નેતા સોમનાથ ભારતી ત્યાં ન હતા.