વિનેશ બેગ લઈને ઓલિમ્પિક્સ વિલેજ છોડતી નજરે પડે છે, તે હવે ધીમે ધીમે ફરી સ્વસ્થ થઈ રહી છે, તે હવે ખાવા લાગી છે
પેરિસ ઓલિમ્પિક 2024 સમાપ્ત થયા બાદ હવે ભારતીય ટીમ દેશ પરત ફરવા જઈ રહી છે. ટીમ મંગળવારે (13 ઓગસ્ટ) પરત ફરશે. આ સમય દરમિયાન સ્ટાર રેસલર વિનેશ ફોગાટ પણ પોતાના ઘરે પરત ફરી શકે છે. ખાસ વાત એ છે કે વિનેશના સિલ્વર મેડલ અંગેનો નિર્ણય પણ આજે (13 ઓગસ્ટ) લેવાશે.
- Advertisement -
પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી યોજાઈ હતી. આ માટે 117 સભ્યોની ભારતીય ટીમ પેરિસ ગઈ હતી જેમાંથી મોટાભાગના ખેલાડીઓ પરત ફર્યા છે. પરંતુ પીઆર શ્રીજેશ અને મનુ ભાકર સહિત અન્ય તમામ એથ્લેટ્સ અને ભારતીય ટુકડી, જેઓ સમાપન સમારોહમાં ’પરેડ ઓફ નેશન્સ’ માટે ભારતીય ધ્વજવાહક હતા, તેઓ મંગળવારે (13 ઓગસ્ટ) ના રોજ દેશ પરત ફરશે.
વિનેશ ફોગાટ ઘરે પરત ફરવા માટે ઓલિમ્પિક વિલેજ છોડી દીધું છે. આ સમયનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં વિનેશ બેગ સાથે જતી જોવા મળી રહી છે. જોકે, તે સ્પષ્ટ નથી કે તે મંગળવારે આવશે કે બુધવારે. પરંતુ વિનેશ મંગળવારે આવે તેવી શક્યતા વધુ છે. વિનેશની નજીકના એક સૂત્રએ આજતકને કહ્યું, ’વિનેશ અત્યારે હવે પેહલા કરતા થોડી સ્વસ્થ અનુભવી રહી છે. તેણે ધીમે ધીમે ખાવાનું શરૂ કર્યું. તે કોઈની સાથે વાત કરતી નથી. અમે બધા તેની સાથે છીએ.