ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં વિદેશી પ્રવાસીઓમાં પણ બેગનો ક્રેઝ જોવા મળે છે, કારણ કે બે વિદેશી છોકરીઓ અન્ય કોઈપણ બ્રાન્ડેડ અને વૈભવી હેન્ડબેગ કે પર્સને બદલે વિમલ બેગ હાથમાં લઈને ફરતી જોઈ શકાય છે.
સોશિયલ મીડિયા પર એક અલગ જ ટ્રેન્ડ ઉભરી રહ્યો છે. મોટી ફેશન બ્રાન્ડ્સ લાખો રૂપિયાની ભારતીય પ્રોડક્ટ્સ વેચીને પૈસા કમાઈ રહી છે. તાજેતરમાં અમેરિકાના એક સ્ટોરમાં એક ભારતીય બેગ 4000 રૂપિયામાં વેચાઈ રહી હતી.
- Advertisement -
હવે બે વિદેશી મહિલાઓ હાથમાં વિમલ બેગ લઈને રસ્તાઓ પર ફરતી હોય તેવો વિડીયો વારઇલ થયેલ છે. આ જોઈને લોકોએ કહ્યું- ‘આ ભારતની ટોચની બ્રાન્ડ છે’.
View this post on Instagram- Advertisement -
વિમલના દેશી બેગે આ વિદેશી છોકરીઓને દિવાના બનાવી દીધી છે. વિમલના દેશી બેગે હવે હાઈ-એન્ડ બ્રાન્ડ્સને પણ મુશ્કેલીમાં મૂકી દીધી છે. આ વિદેશી છોકરીઓનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જ્યાં લોકો વિમલની દેશી ઝોળી તેમના હાથમાં જોઈને આશ્ચર્યચકિત થયા અને ખુશ પણ થયા. લોકોએ તેમને તેમના દેશી રંગોમાં રંગાયેલા જોઈને તેમના પર ઘણો પ્રેમ વરસાવ્યો.
આ વિદેશી છોકરીઓએ તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ namasterosy અને jamocu પરથી આ વીડિયો શેર કર્યો છે. જેમાં કરોડો લોકોના વ્યુઝ અને લાખો લાઈકો છે.