ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લા ગુજરાત પોલ્યુશન બોર્ડ માત્ર નામનું જ હોય તેમ જ્યાં ત્યાં ખડકી દીધેલ કારખાનામાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે કેટલાક કારખાનાઓ જાહેરમાં ગંદુ પાણી ઠલવી રહ્યા છે તો કેટલાક કારખાના ગંદકી અને વાતાવરણ પ્રદૂષણ કરતા નજરે પડે છે જેના લીધે પર્યાવરણ સાથે જ ખેડૂતોને પણ મોટું નુકશાન થતું નજરે પડે છે પરંતુ જિલ્લા ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા નોટિસો આપવાનું માત્ર નાટક કરી આજદિન સુધી કોઈ કડક કાર્યવાહી કરાઇ હોવાનો દાખલો નથી. ત્યારે હવે જનતા પણ પર્યાવરણ પ્રત્યે જાગૃત થઈ છે. જેમાં ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે મેડિકલ વેસ્ટ પ્રોશેસ માટે કંપની નિર્માણ થઈ રહી છે જેના સામે ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવ્યો છે. ગ્રામપંચાયત દ્વારા આ નિર્માણ થતી કંપની સામે સરપંચ અને સભ્યો દ્વારા લેખિત વિરોધ નોંધાવ્યો છે.
આગામી 10 ઓકટોબરના રોજ આ નિર્માણ થતી કંપનીનું પબ્લિક હિયરીંગ છે જેમાં પણ ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થઇ વિરોધ નોંધાવશે. જ્યારે રવિવારે ગ્રામજનો મોટી સંખ્યમાં એકઠા થઇ મિટિંગ પણ યોજી હતી જેમાં સોલડી ગામના સરપંચ દીપકભાઈ પટેલ દ્વારા કોઈપણ હાલતે મેડિકલ વેસ્ટ પ્રોશેસ માટેની નિર્માણ થતી કંપની શરૂૂ નહિ થવા દેવાનું જણાવ્યું હતું. સાથે જ મેડિકલ વેસ્ટના લીધે મોટા પ્રમાણમાં પ્રદૂષણ થતું હોય અને જમીનના તળમાં રહેલા પાણી અને આજુબાજુના પર્યાવરણને મોટાપાયે નુકશાન થતું હોવાનું જણાવ્યું હતું. જ્યારે આ કંપનીના લીધે સોલડી ગામ સહિત 24 ગામો પણ પ્રભાવિત થશે તેવો પણ ઉલ્લેખ કરાયો છે ત્યારે જો અન્ય 24 ગામો જો પ્રભાવિત થતાં હોય તો સોલડી ગામના રહીશોની હાલત અંગે સરપંચે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારે આ પ્રકારની પ્રદૂષણ કરતી કંપનીને શરૂૂ નહિ કરવા સરપંચ દીપકભાઈ પટેલ સહિત સમગ્ર ગ્રામજનો દ્વારા કલેકટર, મામલતદાર સહિતનાઓ લેખિત રજૂઆત કરી હતી.
- Advertisement -
બે હજારથી વધુ ગ્રામજનો એકઠા થયાં
સોલડી ગામે મેડિકલ વેસ્ટ પ્રોશેશ માટે નિર્માણ થતી કંપની સામે વિરોધ નોંધાવતા આગામી સમયમાં બે હજારથી વધુ ગ્રામજનો એકઠા થવા માટે મિંટિંગ યોજી હતી. અને આગામી સમયમાં કમોનીથી થતાં નુકશાન અંગે ચર્ચા કરી નિર્માણ થતી કમનીને શરૂૂ નહિ કરવા દેવા યોજના બનાવી હતી. મેડિકલ વેસ્ટ કંપનીના વિરોધ કરતા સોલડી ગામે મહિલાઓ પણ આગળ આવી હતી જેમાં રવિવારે મહિલાઓ દ્વારા કંપનીના ગામમાં જાગૃતિ રેલી યોજી થાળી અને વેલણ વગડી વિરોધ નોંધાવ્યો હતો સાથે જ ગ્રામજનો દ્વારા આવનારી 10 ઓકટોબરના રોજ પબ્લિક હીયરિંગ સમયે ગામ સદંતર બંધ રાખી વિરોધ નોંધાવવા જણાવ્યું હતું.