ખાસ-ખબર સંવાદદાતા
માળિયા તાલુકાના બગસરા ગામે પ્રાથમિક શાળામાં યોજાયેલ પ્રવેશોત્સવનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ગામ તેમજ શાળાના વિકાસ કાર્યો ન થતાં હોવાનો આક્ષેપ કર્યો કર્યો. માળિયા મીંયાણા તાલુકાના બગસરા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ રાખવામાં આવ્યો હતો જે પ્રવેશોત્સવનો ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. ગ્રામજનો દ્વારા શાળા પ્રવેશોત્સવનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, ગામમાં જરૂરી વિકાસના કામો થતા નથી તેમજ શાળાના વિકાસના કામો પણ થતાં નથી. શાળામાં વિકાસમાં કામો ન થતાં બાળકોને પૂરતી સગવડતા મળતી નથી તેમજ ગામમાં પણ ગ્રામજનોને પડતી અગવડતા દૂર કરવા સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટ મુજબ ગામમાં વિકાસના કામો થતાં નથી જેથી શાળા અને ગામ બંનેના વિકાસ કામો આગળ વધારવાની માંગ સાથે ગ્રામજનો દ્વારા શાળા પ્રવેશોત્સવનો વિરોધ કરવામાં આવ્યો હતો.
માળિયાના બગસરાના ગ્રામજનો દ્વારા શાળા પ્રવેશોત્સવનો વિરોધ
