ગેરહાજર તલાટી સામે પગલાં ભરવા માંગ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
રાજ્યના મોટાભાગે સરકારી કર્મચારીઓ પોતાની ફરજ પર ગેરહાજર રહીને મફતનો પગાર લેતા હોય છે આ પ્રકારે હાલમાં જ શિક્ષકોના અનેક કૌભાંડો બહાર આવ્યા હતા તેવામાં વર્ષોથી ગ્રામ પંચાયતના તલાટીઓ દ્વારા મનફાવે ત્યારે પોતાની ગ્રામ પંચાયતે હાજરી આપે છે. જેના લીધે અનેક વખત ગ્રામજનોને હાલાકી પડતી હોવાથી ઉચ્ચકક્ષાએ તલાટીઓ વિરૂદ્ધ રજૂઆત થતી હોય છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના 65 ગામોમાં દરેક ગ્રામ પંચાયતોમાં મોટાભાગના તલાટીઓ પણ આ મુજબ રોજિંદા ગેરહાજર જોવા મળે છે.
- Advertisement -
જેમાં જસાપર ગામે તલાટી ગેરહાજર હોવાથી ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરાઈ છે. જસાપર ગ્રામ પંચાયતના તલાટી અઠવાડિયે માંડ એકાદ બે દિવસ પોતાના ફરજના સ્થળે હાજરી આપે છે અને બાકીના દિવસે કોઈ ગ્રામજનો કામ અર્થે ફોનથી સંર્પક કરે તો અવનવા બહાના દર્શાવતા હોય છે.
ત્યારે વારંવાર ફરજ પર ગેરહાજર રહેતા જસાપર ગામના તલાટી સામે ગ્રામજનોએ રોષ વ્યક્ત કરી ઉચ્ચસ્તરે રજુઆત પણ કરી છે.



