માલ ખાય મદારી, માર ખાય માંકડા
બેરોકટોકપણે ધમધમતી પેપરમિલો પર GPCB ના અધિકારીઓની મીઠી નજર!
- Advertisement -
બેફામ પ્રદૂષણ ઓકતી પેપરમિલો સામે કાર્યવાહી કરવામાં GPCB કોની લાજ કાઢે છે ?
પેપરમિલના ધુમાડા, રજકણો અને અત્યંત દુર્ગંધથી ગામલોકોને ગંભીર બીમારીની ભીતિ
GPCBનાં ભ્રષ્ટ અધિકારીઓના પાપે ગ્રામજનોનું સ્વાસ્થ્ય રામભરોસે!
- Advertisement -
GPCBના ભ્રષ્ટ અધિકારીઓના પાપે ઘૂંટુ ગામના ગ્રામજનોનું સ્વાસ્થ્ય રામભરોસે હોય તેવું લાગી રહ્યું છે. અનેક રજૂઆતો છતાં બેફામ વાયુ પ્રદુષણ ફેલાવતા પેપરમિલો સામે કડક કાર્યવાહી કરવામાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કોની શરમ અનુભવે છે ? એ સમજાતું નથી. આવા પેપરમિલના માલિકો સામે કડક કાર્યવાહી નહીં કરીને જીપીસીબીના અધિકારીઓ આર્થિક ભાર નીચે દબાયેલા હોય તેવું સ્પષ્ટપણે સાબિત થઈ રહ્યું છે.