અક્ષય તૃતિયામાં મોટાપાયે બાળવિવાહ યોજાવાની શકયતા
ખાસ-ખબર ન્યૂઝ જયપુર, તા.03
- Advertisement -
દેશમાં બાળવિવાહ- ખાસ કરીને છોકરીઓની લગ્નની કાનૂની ઉમર કરતા ઓછી વયે લગ્ન કરાવી આપવામાં રાજસ્થાન ટોચ પર છે અને હાલ અક્ષય તૃતીયા સમયે રાજયના ગ્રામીણ ક્ષેત્રમાં આ પ્રકારના લગ્નો મોટી સંખ્યામાં થતા હોય છે તે સમયે રાજસ્થાન હાઈકોર્ટ હવે આ પ્રકારે બાળવિવાહ અટકાવવા ગામના સરપંચ પર જવાબદારી નાખી છે.રાજયમાં બાળવિવાહ સરકારી તંત્રની જાગૃતિના કારણે ઘટયા છે તે સ્વીકારતા હાઈકોર્ટે જણાવ્યું કે તેમ છતાં દૂર-દૂરના ગામોને આ પ્રકારે લગ્ન થતા હોય છે અને તે રોકવામાં જીલ્લા તંત્ર બધે પહોંચી શકે નહી તે સ્વાભાવિક છે
પણ સરપંચ જે ગામના મુખીયા અને દરેક પરિવારને ઓળખતા હોય છે. તેઓ આ પ્રકારે લગ્ન અટકાવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. રાજસ્થાનમાં બાળવિવાહ પ્રતિબંધ ધારા હેઠળ રાજયમાં બાળવિવાહ રોકવાની જવાબદારી સરપંચ પર નાખવામાં આવી છે અને રાજય સરકાર નિયમની રીતે તેનો રિપોર્ટ માંગે તે જરૂરી છે અને સરપંચે એ નિશ્ચિત કરવાનું રહેશે કે તેના ગામમાં કોઈ બાળવિવાહ યોજાય નહી. જો આ પ્રકારે લગ્ન થતા હોય તો તેણે તાલુકા-જીલ્લા અધિકારીને જાણ કરવી પડશે અને જો સરપંચ તેમાં નિષ્ફળ જાય તો બાળવિવાહ માટે તે જવાબદાર રહેશે.