એક તરફ ભજનની રમઝટ બોલાતી હતી અને બીજી તરફ વિક્રમ ભરવાડ ફાયરિંગ કરતો હતો
વિક્રમ ભરવાડનો ભડાકા સાથે સીનસપાટા કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના કુખ્યાત વિક્રમ ભરવાડે ભરૂચના અંકલેશ્ર્વરમાં ઋષિકુલ (પાનોલી) ગુરુકુળ દ્વારા આયોજીત લોકડાયરામાં ફાયરિંગ કર્યું હતું. વિક્રમ ભરવાડે લોકડાયરામાં કરેલા ફાયરિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડિયોમાં રાજકોટનો કુખ્યાત વિક્રમ ભરવાડ ભડાકા કરી સીનસપાટા કરતો જોવા મળી રહ્યો છે. વિક્રમ ભરવાડે જેમાંથી ફાયરિંગ કર્યું છે તે હથિયાર કોનું છે એ અંગે કોઈ જાણ નથી પરંતુ અંકલેશ્ર્વરમાં યોજાયેલા આ લોકડાયરામાં એક તરફ ભજનની રમઝટ બોલતી હતી અને બીજી તરફ વિક્રમ ભરવાડ દ્વારા ફાયરિંગ કરવામાં આવી રહ્યું હતું તે અંગે પોલીસે હજુ સુધી કેમ ગુનો નોંધ્યો નથી કે પગલાં ભર્યા નથી તે ચર્ચાનો વિષય છે. ઉલ્લેખનીય છે કે, વિક્રમ ભરવાડ અગાઉ પણ અનેક ગુનામાં સંડોવાયેલો હોવાનું જાણવા મળી રહ્યું છે.
વિક્રમ ભરવાડનો ભૂતકાળ કલંકિત, વર્તમાન પણ મેલો
અંકલેશ્ર્વરનાં લોકડાયરામાં ફાયરિંગ કરનાર રાજકોટનો ગુંડો વિક્રમ ભરવાડ ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. માથા ફરેલા વિક્રમ ભરવાડે ભૂતકાળમાં અનેક ગુનાઓ કરેલા છે, જેલની હવા ખાઈ ચૂક્યો છે. અને હાલ વર્તમાનમાં પણ વિક્રમ ભરવાડ સટ્ટા, વ્યાજવટાવ, ખંડણી, હવાલાની લેતીદેતી જેવા ગેરકાનૂની કૃત્યો કરવાનું આચારતો હોવાનું જાણવા મળી રહ્યું છે.
- Advertisement -
અંકલેશ્ર્વરનાં ડાયરામાં વિક્રમ ભરવાડે ફાયરિંગ કર્યું તેનો વિડીયો જોવા અહીં ક્લિક કરો..
https://www.youtube.com/watch?v=Qa0qcseYAQs&t=5s


