રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ખેડૂતોને ૮ કલાકને બદલે ૧૦ કલાક વીજળી આપવાના નિર્ણય ને વધાવતા જણાવેલ કે ભારત એ કૃષિપ્રધાન દેશ રહ્યો છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે ત્યારે દેશ ના મહતમ લોકો ખેતી ક્ષેત્રે સંકળાયેલા છે ત્યારે હાલ ના સમય માં વરસાદની ખેંચ ઉભી થઇ છે ત્યારે ખેડૂત પોતાના મહામુલા પાકને સિંચાઈ કરવા અને પાણી પાવવાના કામોમાં લાગેલ છે ત્યારે પાક ને સિંચાઈ કરવા સરકાર દ્વારા અગાઉ ૮ કલાક વીજળી આપવામાં આવતી હતી પરંતુ આ આઠ કલાકનો ગાળો વર્તમાન સમયમાં આ કપરા સંજોગોમાં એટલે કે થોડા સમયમાં વધારે જમીનમાં પાક ને પિયત આપવાનું હોય ત્યારે જગતાતને કોઈપણ જાતની પરેશાની ન ભોગવવી પડે એ માટે હરહંમેશ લોકો પ્રત્યે સંવેદના દાખવનારા ગુજરાતના લોકલાડીલા અને રાજ્કોટના પનોતા પુત્ર એવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જગતાતની વેદના સમજી આઠ કલાકને બદલે 10 કલાક વીજળી આપવાનો સ્તુત્ય નિર્ણય કર્યો છે ત્યારે આ નિર્ણયને વધાવી વિજયભાઈ રૂપાણીને રાજ્કોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરે ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.
વિજયભાઈ રૂપાણીનો જગતાતની વેદના સમજી આઠ કલાકને બદલે દસ કલાક વીજળી આપવાનો નિર્ણય: નિર્ણયને આવકારી અભિનંદન પાઠવતા ભુપતભાઈ બોદર
You Might Also Like
Follow US
Find US on Social Medias