ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
6 ઓક્ટોબર રવિવારના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, દસાડા તાલુકાના પાટડી ઉપખંડનો વિજયા દશમી ઉત્સવ ગોરિયાવડ ગામે ઉજવવામાં આવ્યો હતો જેમાં સ્વયંસેવકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અતિથિ વિશેષ મનસુખભાઈ(રાધે) હાજર રહ્યા હતા અને ઉદ્બોધનમાં સંઘ વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે સંઘ રાષ્ટ્ર અને સમાજ માટે કામ કરતું સંગઠન છે અને “સર્વે ભવન્તુ સુખીન: સન્તુ સર્વે સન્તુ નિરામય “ની ભાવના સાથે સર્વેજનમાં પરમાત્માના દર્શન કરી સમાજ સેવાના કાર્યો સાથે કામ કરતું સંગઠન હોઈ સંઘકાર્યમાં સૌને સહકાર આપવા અને જોડાવા આહ્વાન કર્યું હતું, આ ઉપરાંત મુખ્ય વક્તા નનુભાઈ દેવાભાઇ વઢેરે પોતાના વક્તવ્યમાં સંઘની પૃષ્ઠ ભૂમિ, ઉત્સવોનું મહત્વ વિશેષ કરીને વિજયા દશમી ઉત્સવ વિશે વાત કરી હતી
,સંગઠીત સજજન શક્તિથી કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે સાથે સાથે પંચ કાર્યની પણ વાત કરી હતી જેમાં 1. સ્વથી સ્વદેશી, 2 નાગરિક કર્તવ્ય કાનૂન ના અમલ, 3. સામાજિક સમરસતા સમતા બંધુતા 4. કુટુંબ પ્રબોધન આજના એકલ પરિવારની સમસ્યા એક પડકાર , 5. પર્યાવરણ , જેવા વિષયો માટે સંઘ સમાજથી અલગ નથી સમાજની સજજન શકિતને સક્રિય કરી સાથે મળી સમાજ પરિવર્તન અને રાષ્ટ્રોત્થાનના કાર્યને ધ્યેય સુધી પહોચાડવા ભારત માતાને નિત્ય નમન કરી ઉદઘોષ કરીએ ” તેરા વૈભવ અમર રહે માં હમ દિન ચાર રહે ” જેવા આહ્વાન સાથે , સૌએ શસ્ત્ર પૂજન કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.