સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યના તમામ ખેડૂતોને આવરી લેતી “મુખ્યમંત્રી કિશાન સહાય યોજના”ને ૨૦૨૧ માટે મંજુર કરવામાં આવી છે ત્યારે આ જાહેરાતને પ્રદેશ કિસાન મોરચા મંત્રી વિજયભાઈ કોરાટએ આવકારતા જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિની પરિસ્થિતિમાં ગુજરાત રાજ્યના ખેડૂતોને ખરીફ પાકમાં નુકશાન માટે કોઇપણ પ્રકારનું પ્રીમીયમ ભર્યા વગર આર્થિક સહાય આપવાનો ભારતીય જનતા પાર્ટીની વિજયભાઈ રૂપાણીની રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે.
વધુમાં જણાવ્યું હતું કે, માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ના.મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપાની સરકારે અનેક ખેડૂતહિતલક્ષી નિર્ણયો લીધા છે. ભાજપા સરકાર ખડૂતોના પ્રશ્ને હરહંમેશ ચિંતિત હોય છે. જયારે જયારે કુદરતી પરિસ્થિતિ વિકટ બને છે ત્યારે ખેડૂતોની વ્હારે આવીને તેમને મદદરૂપ બની છે. ત્યારે ખેડૂતોના હિત માટે વધુ એક યોજના એટલે ખેડૂતોને ખરીફ પાકમાં થયેલી નુકશાનીમાં સહાય કરવા માટે ખરીફ ઋતુમાં થયેલ પાકમાં ૩૩ થી ૬૦ ટકા નુકસાની હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા ૨૦,૦૦૦ની સહાય વધુમાં વધુ ગત વર્ષની ૨ હેક્ટરની મર્યાદાની જગ્યાએ ચાલુ વર્ષે ૪ હેક્ટરની મર્યાદામાં અપાશે. ખરીફ ઋતુમાં થયેલ પાક નુક્સાન ૬૦ ટકાથી વધુ હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા ૨૫,૦૦૦ની સહાય મહત્તમ ૪ હેક્ટરની મર્યાદામાં અપાશે.
આ મુખ્યમંત્રી સહાય યોજનામાં પ્રાથમિક આકારણી અને ખેડૂતોની અરજીના આધારે લાભની ગણતરી તેમજ તાલુકા કક્ષાએથી સહાય મંજૂર થયા બાદ જિલ્લા કક્ષાએથી સહાયની રકમ લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધી ડી.બી.ટી. દ્વારા ચૂકવવામાં આવશે.
આવા કુદરતી આપતીના પ્રસંગોએ ખેડૂતોને થતા પાક નુકશાન માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલએ સ્પષ્ટ જણાવ્યું કે, આ યોજનાનો લાભ રાજ્યના નાના-મોટા સીમાંત બધા જ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે. એટલું જ નહિ આ યોજના માટે ખેડૂતે કોઈ જ પ્રીમીયમ ભરવાનું રહેશે નહિ. આ યોજના એકદમ સરળ અને પારદર્શી છે. તેમજ એસ.ડી.આર.એફ.ના લાભો યથાવત રાખીને મુખ્યમંત્રી કિશાન સહાય યોજનાનો લાભ આપવામાં આવશે. રાજ્ય સરકારએ અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ જોખમોથી થયેલા પાક નુકશાન માટેની જે સહાયની જાહેરાત કરવામાં આવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પ્રદેશ કિસાન મોરચા મંત્રી વિજયભાઈ કોરાટ દ્વારા અભિનંદન આપી ખેડૂતોની હિતલક્ષી વધુ એક સહાયને આવકારવામાં આવી છે.