રાજકોટમાં પોલીસની ઢીલી નીતિના પાપે ગુનેગારો બેલગામ બન્યા છે ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી ખાતે પોલીસ વર્દી પહેરેલા એક વૃદ્ધ જાહેરમાં દારૂ પીધેલી હાલતમાં વાહન વ્યવસ્થા સંભાળતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે વૃદ્ધ દેશી દારૂની પોટલી ખોલી દારૂ ઢીંચી વાહનચાલકોને સંકેતો આપતા જોવા મળી રહ્યા છે વૃધ્ધે પહેરેલી વર્દીમાં પણ ગુજરાત પોલીસ રાજકોટ શહેર લખેલું સ્પષ્ટ વંચાઈ રહ્યું છે આ ઘટના સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે શહેરમાં નિયમિત પોલીસ પેટ્રોલિંગ હોવા છતાં દેશી તથા વિદેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાનો આ એકમાત્ર પુરાવો કાફી છે વાયરલ વીડિયોને લઈને પોલીસે પણ તપાસ શરુ કરી છે.
પોલીસની વર્દી પહેરી દારૂ ઢીંચતાં વૃદ્ધનો વીડિયો વાયરલ

You Might Also Like
Follow US
Find US on Social Medias


