એક સ્ટડી અનુસાર વીડિયો ગેમ્સ રમવાથી સંવેદનશીલ બાળકોમાં ધબકારા વધી શકે છે અને તે જીવલેણ બની શકે છે. તેથી જો બાળકને હૃદયના ધબકારા સંબંધિત સમસ્યા હોય તો તેને નજર અંદાજ ન કરો.
લગભગ દરેક બાળકને વીડિયો ગેમ્સ રમવાનું પસંદ હોય છે. આપણામાંથી ઘણા એવા હશે જેમણે બાળપણમાં વીડિયો ગેમ્સ રમી હશે. વીડિયો ગેમ્સ બાળકોના માનસિક વિકાસમાં મદદરૂપ થાય છે. પરંતુ તેનું વ્યસન જોખમી સાબિત થઈ શકે છે. પરંતુ વીડિયો ગેમ્સ પર તાજેતરમાં થયેલ એક અભ્યાસ તમારા હોંશ ઉડાવી શકે છે.
- Advertisement -
જી હા ઓસ્ટ્રેલિયામાં થયેલા એક અભ્યાસમાં સામે આવ્યું છે કે વીડિયો ગેમની લત તમારા બાળકોને હાર્ટ પેશન્ટ બનાવી શકે છે. એટલું જ નહીં તે તમારા બાળકોના જીવન માટે પણ ખતરો બની શકે છે.
શા માટે વીડિયો ગેમ્સ છે ખતરનાક?
વીડિયો ગેમ્સ અને બાળકોના સ્વાસ્થ્ય પર તેની અસર પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આમાં ઘણા ચિંતાજનક પરિણામો આવ્યા છે. અભ્યાસ અનુસાર વીડિયો ગેમ્સમાં બતાવવામાં આવેલા ખતરનાક સ્ટંટ દરમિયાન બાળકોના હાર્ટ રેટ ખૂબ જ ઝડપથી વધે છે અને ઘટે છે. જે તેમની ઉંમર અને હૃદયના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. તેનાથી બાળકોના હૃદય પર ખરાબ અસર પડે છે.
અભ્યાસમાં શું થયો ખુલાસો?
હાલમાં જ હાર્ટ હેલ્થ પર પ્રકાશિત થયેલા જર્નલ ‘હાર્ટ રિધમ’માં એ બાળકો પર થયેલું રિસર્ચ પ્રકાશિત થયું જે બાળકો વીડિયો ગેમ રમતા રમતા બેભાન થઈ ગાય. જણાવી દઈએ કે આ રિસર્ચમાં કો ઓસ્ટ્રેલિયાના ધ હાર્ટ સેન્ટર ફોર ચિલ્ડ્રનના સ્ટડી પ્રમુખ ક્લેયર એમ લોલીએ લીડ કર્યું. આ રિસર્ચમાં એ 22 બાળકોની હાર્ટ હેલ્થનું ઉંડાણ પૂર્વક અધ્યયન કર્યું જે ઈલેક્ટ્રોનિક વીડિયો ગેમ સ્ટંટ અને વોર ગેમ રમતા બેભાન થઈ ગયા હતા.
- Advertisement -
બાળકોનું મૃત્યુ પણ થઈ શકે છે
તમને જણાવી દઈએ કે આ સંશોધનમાં એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. ડૉ. લૉલીએ કહ્યું કે સંશોધન દરમિયાન તેમને એવા કિસ્સાઓ પણ મળ્યા જેમાં બાળકો મલ્ટિપ્લેયર વોર ગેમિંગ રમતા મૃત્યુ પામ્યા હતા.
તેમના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હતું. તેમણે જણાવ્યું હતું કે જો કોઈ બાળકમાં આવી સમસ્યા આવે અથવા વીડિયો ગેમ્સ રમતી વખતે ગંભીર ગભરાટ અને શ્વાસની તકલીફ હોય તો બાળકને તરત જ હાર્ટ સ્પેશિયાલિસ્ટને બતાવવું જોઈએ.