ઘરેલુ કંકાસ અંગે પણ શંકા, પોલીસ દ્વારા અલગ-અલગ થિયરી ઉપર તપાસ
ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા
દ્વારકાના ધારાગઢ ગામે જામનગરના એક જ પરિવારના 4 સભ્યએ રેલવે ફાટક પાસે જઇ ઝેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાત કર્યો હોવાની કરુણ ઘટના સામે આવી છે.જેઓના મૃતદેહ નાના એવા ધારાગઢ ગામ પાસેથી મળી આવતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળ પર જઈ ચારેય લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે કલ્યાણપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી છે.ત્યારે હાલ આ એક જ પરિવારના સામુહિક આપઘાત પ્રકરણમાં પરિવાર વ્યાજના વિષચક્રમાં ફસાયો છે કે અન્ય કાંઈ?એ અંગે હવે પોલીસે જામનગરમાં મૃતક પરિવારના ઘરે પણ તપાસ શરૂ કરી છે.ત્યારે પરિવારે આર્થિકભીંસ, વ્યાજખોરી કે ઘરેલુ કંકાશને કારણે આપઘાત કરી લીધાની આશંકાએ તપાસ શરૂ કરી છે. મળતી વિગતો અનુસાર, જામનગરનાં માધવબાગ-1માં રહેતાં એક જ પરિવારના ચાર સભ્યો ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હતો. જેઓના મૃતદેહ નાના એવા ધારાગઢ ગામ પાસેથી મળી આવતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી.
- Advertisement -
પોલીસે ઘટનાસ્થળ પર જઈ ચારે લાશનો કબજો મેળવ્યો હતો. જે બાદ ચારેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કલ્યાણપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે આપઘાત કરવાનું કારણ જાણવા ચારે દિશામાં તપાસ હાથ ધરી છે.
નાના એવા ધારાગઢ ગામમાં એકી સાથે એક જ પરિવારના ચાર લોકોના આપઘાતથી લોકોમાં હાહાકાર મચી જવા પામ્યો છે તથા અનેક તર્ક વિતર્કોએ જન્મ લીધો છે.દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના ધારાગઢ ગામ નજીક આવેલા રેલવે ફાટક પાસે એક કરૂણ ઘટના બની છે.
જેણે આખા પંથકમાં ખળભળાટ મચાવી દીધો છે.બુધવારે સાંજે એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. મૃતકોની ઓળખ અશોકભાઈ જેઠાભાઈ ધુંવા (ઉંમર 42) તેમના પત્ની લીલુબેન અશોકભાઈ ધુંવા (ઉંમર 42) તેમનો પુત્ર જીજ્ઞેશભાઈ અશોકભાઈ ધુંવા (ઉંમર 20) અને તેમની પુત્રી કિંજલબેન અશોકભાઈ ધુંવા (ઉંમર 18) તરીકે થઈ હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ પરિવાર મૂળ લાલપુરના મોડપર ગામનો હતો અને હાલ જામનગરના ગોકુલનગર તરફ આવેલા માધવબાગ -1 વિસ્તારમાં રહેતો હતો. મૃતદેહો ધારાગઢ ગામ નજીક રેલવે ફાટક પાસેથી મળી આવ્યા હતા, જેના પછી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ પોલીસ આપઘાતના કારણોની તપાસ કરી રહી છે. જો કે હાલમાં કોઈ સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી.જોકે હવે પોલીસે ચારેય વ્યક્તિના મોબાઈલની કોલ ડીટેઇલ અને પરિવારના આધારે તપાસ શરૂ કરી છે.તેમજ પરિવાર વ્યાજના વિષચક્રમાં ફસાયો હોવાની આશંકાએ પોલીસે તપાસ શરૂ કરી છે.પરિવારના મોભી મૃતક અશોકભાઈ બ્રાસપાટની ભઠ્ઠીના વેપાર વ્યવસાય સાથે સંકળાયેલા તેમજ પુત્ર જીગ્નેશ અને પુત્રી કિંજલબેન અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકરણમાં એક સ્યુસાઈટ નોટ પણ મળી આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જે બાબતે પોલીસ તંત્ર દ્વારા અત્યંત ગુપ્તતા સેવામાં આવી રહી છે.
- Advertisement -
ચારેય જામનગરથી બાઈક લઇ ભાણવડ પંથક પહોંચ્યા હતા
આ આહિર પરિવારના અન્ય સભ્યો સાથે વાતચીત કરીને અને પુરાવાઓ એકત્રિત કરીને પોલીસ આગળની તપાસ કરશે.આ ઘટનાએ જામનગર જિલ્લાભરમાં શોકનું વાતાવરણ ઊભું કરી દીધું છે. હાલ પોલીસ દ્વારા ગામના લોકો પાસેથી પરિવારના આપઘાતનું કારણ જાણવાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.પોલીસમાંથી જાણવા મળ્યું મળ્યું હતું કે,ચારેય પોતાના બાઈકમાં ભાણવડ પંથક પહોંચ્યા હતા.