-મુંબઇમાં યોજાયેલ સમારોહમાં મોદીને ગાંધીજીની માફક જ આ સદીના યુગપુરૂષ ગણાવતા વિપક્ષો લાલઘુમ
ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનખડે એક સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી મહાત્મા ગાંધી સાથે કરીને યુગપુરૂષ તરીકે ગણાવતા જબરો વિવાદ સર્જાયો છે. મહાન જૈન સંત શ્રીમદ રાજચંદ્રની 156મી જન્મ જયંતિએ યોજાયેલા એક સમારોહમાં તેઓએ કહ્યું હતું કે આજે હું તમને એક ખાસ વાત જણાવવા માંગું છે.
- Advertisement -
મહાત્મા ગાંધીએ ગત સદીના મહાપુરૂષ હતા અને નરેન્દ્ર મોદીએ આ સદીના યુગપુરૂષ છે. તેમણે ઉમેર્યુ કે ગાંધીજીએ આપણને બ્રિટીશરોની ગુલામીમાંથી મુકત કરાવ્યા અહિંસા તથા સત્યનો માર્ગ શીખડાવ્યો નરેન્દ્ર મોદીએ દેશને વિકાસના માર્ગે મુકયો ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે મહાત્મા ગાંધી અને નરેન્દ્ર મોદી બંને શ્રીમદ રાજચંદ્રજીના આધ્યાત્મિક સંદેશાઓને માનીને ચાલનારા છે. જોકે તેમના નિવેદન બાદ જબરો વિવાદ સર્જાયો છે અને વિપક્ષોએ ગાંધીજી સાથે મોદીની સરખામણી કરવી તે જરાપણ ઉચિત નહીં હોવાનું જણાવ્યું હતું.