ખાસ-ખબર સંવાદદાતા
વાઈબ્રન્ટ ગુજરાતની તર્જ ઉપર જૂનાગઢના આંગણે પ્રથમવાર તા.14 ઓક્ટોબરના રોજ વાઈબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે, ત્યારે કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ આ વાઈબ્રન્ટ સમિટની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી.
આ વાઈબ્રન્ટ જૂનાગઢ સમિટને જિલ્લાના પ્રભારી અને અને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ખુલ્લી મુકવામાં આવશે જેમાં જૂનાગઢ જિલ્લાની પ્રોડક્ટ, ઉદ્યોગ, પ્રવાસન સહિત અન્ય બાબતોને આવરી લઈ એક્ઝિબિશન રાખવામાં આવનાર છે. તે સંદર્ભે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.