બીજા તબક્કામાં 93 બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે આજે બીજા તબક્કાના પ્રચારનો અંતિમ દિવસ છે. જેથી આજે ઉમેદવારો મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી દેશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને છેલ્લા ઘણા સમયથી રાજકીય પક્ષો દિવસ-રાત દોડધામ કરી પ્રચાર કરી રહ્યા છે. જાહેર પ્રચારના ભુંગળા શાંત થવાનું નામ લેતા નથી. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન થયું હતું, જ્યારે બીજા તબક્કાનું મતદાન આગામી 5મી ડિસેમ્બરે યોજાશે. ત્યારે આજે સાંજે 5 વાગતા જ જાહેર પ્રચાર બંધ થઇ જશે. ત્યારબાદ તમામ રાજકીય પક્ષોનું ફોક્સ મતદાન પર હશે.
- Advertisement -
આજે પ્રચારનો છેલ્લો દિવસ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું 1 ડિસેમ્બરે મતદાન પૂર્ણ થયા બાદ હવે આગામી 5મી ડિસેમ્બરના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન યોજાશે. ત્યારે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ જશે. બીજા તબક્કાની ચૂંટણી માટે આજે પ્રચારનો અંતિમ દિવસ છે. સાંજે 5 વાગ્યાથી પ્રચાર પડઘમ બંધ કરી દેવામાં આવશે. જે બાદ રાજકીય પક્ષો ડોર ટૂ ડોર પ્રચાર અને ખાટલા બેઠકો યોજશે. મતદાનના 48 કલાક અગાઉ પ્રચાર પડઘમ શાંત થશે.
રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો ગજવશે સભાઓ
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. બીજા તબક્કાના મતદાનના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. અંતિમ દિવસે રાજકીય પક્ષો-ઉમેદવારો મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવશે. પ્રચારના અંતિમ દિવસે ઉમેદવારો અને રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો વિવિધ જગ્યાએ રેલીઓ અને સભાઓ ગજવશે. આજે સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. પ્રચાર પડઘમ શાંત થયા બાદ ઉમેદવારો સોશિયલ મીડિયામાં વધુ સક્રિય થઈ જશે.
ત્રણેય પાર્ટીના નેતા કરશે પ્રચાર
આજે ભાજપ-કોંગ્રેસ-AAPના નેતાઓ જનસભાઓ ગજવશે. UPના CM યોગી આદિત્યનાથની આજે 3 જનસભા યોજાશે. જ્યારે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા 3 જિલ્લામાં પ્રચાર કરશે, તો આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અરવલ્લી અને પાટણમાં રોડ-શૉ કરશે. બીજા તબક્કા માટે કોંગ્રેસ નેતાઓ પણ જનસભા ગજવશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 4 જગ્યાએ રોડ-શૉ કરશે.