જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસમાંથી છૂટા પડેલા દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદ આજે તેમની નવી પાર્ટીના નામની જાહેરાત કરી શકે છે.
કોંગ્રેસને અલવિદા કહી ચૂકેલા જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદ આજે તેમની નવી પાર્ટીના નામની જાહેરાત કરી શકે છે. ગુલામ નબી આઝાદ રવિવારે જમ્મુ પહોંચ્યા હતા અને તેમના નજીકના નેતાઓ સાથે લાંબી ચર્ચા કરી હતી. પાર્ટીના નામ ઉપરાંત વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે દિવસભર ચર્ચા કરવામાં આવી હતી.
- Advertisement -
આઝાદ જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસીય મુલાકાતે
એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગુલામ નબી આઝાદ 26 સપ્ટેમ્બર સોમવારે બપોરે 12 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સમાં નવી પાર્ટીનું નામ અને તેમના આગામી કાર્યક્રમોની જાણકારીનો ખુલાસો કરશે. પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદ જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસીય મુલાકાતે છે. શેડ્યૂલ મુજબ, ગુલામ નબી આઝાદ 25 અને 26 સપ્ટેમ્બરે જમ્મુમાં અને 27 સપ્ટેમ્બરે શ્રીનગરમાં રોકાશે, ત્યારબાદ તેઓ દિલ્હી પરત ફરશે.
નવી પાર્ટી માટે સમર્થકો સાથે કરી ચર્ચા
- Advertisement -
કોંગ્રેસ છોડ્યા બાદ આઝાદે જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો. તેમના નજીકના સાથીઓનું માનીએ તો આઝાદ નવરાત્રિની શરૂઆતમાં એટલે કે આજે નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે. આઝાદે નવી પાર્ટી માટે તેમની મુલાકાત દરમિયાન સમર્થકો સાથે ચર્ચા કરી હતી.
જમ્મુ-કાશ્મીરના મોટાભાગના નેતાઓ છોડી દીધી છે પાર્ટી
દિલ્હીમાં પણ પાર્ટીનું નામ ફાઇનલ કરવા માટે મંથન ચાલી રહ્યું છે. તેમણે કહ્યું છે કે, પાર્ટીની વિચારધારા તેમના નામ જેવી હશે અને તમામ ધર્મનિરપેક્ષ લોકો તેમાં જોડાઈ શકે છે જમ્મુ-કાશ્મીરના મોટાભાગના વરિષ્ઠ નેતાઓએ પ્રદેશ કોંગ્રેસ સમિતિ પાર્ટી છોડી દીધી છે અને આઝાદના સમર્થનમાં આવી ગયા છે.