ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ગ્રેહામ થોર્પનું 5 ઓગસ્ટના મોત થયું છે. થોર્પની પત્ની અમાન્ડાએ આ મામલે મોટો ખુલાસો કર્યો છે.
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ગ્રેહામ થોર્પનું 5 ઓગસ્ટના મોત થયું છે. થોર્પની પત્ની અમાન્ડાએ આ મામલે મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે થોર્પે આપઘાત કર્યો છે. અમાન્ડાએ જણાવ્યું કે ગ્રેહામ થોર્પ છેલ્લા બે વર્ષથી ખરાબ તબિયતના કારણે ડિપ્રેશન અને ચિંતાથી પીડિત હતા. જેને કારણે તેમણે જીવ ગુમાવ્યો છે.
- Advertisement -
ઇંગ્લેન્ડ અને સરેના ભૂતપૂર્વ બેટ્સમેન ગ્રેહામ થોર્પનું 5 ઓગસ્ટના મોત થયું હતું. તેઓ 55 વર્ષના હતા. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડએ આ જાણકારી આપી હતી. ઇસીબીએ આનું કારણ આપ્યું નથી. પરંતુ હવે થોર્પની પત્ની અમાન્ડાએ આ મામલે મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે થોર્પે આપઘાત કર્યો છે.
અમાન્ડાએ જણાવ્યું કે ગ્રેહામ થોર્પ છેલ્લા બે વર્ષથી તેમની ખરાબ તબિયતના કારણે ડિપ્રેશન અને ચિંતાથી પીડિત હતા. આ જ કારણે તેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. અમાન્ડાએ આ વાતનો ખુલાસો ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ આથર્ટનને આપેલા ઈન્ટરવ્યુમાં કર્યો છે.
- Advertisement -
અમે બરબાદ થઈ ગયા
અમાન્ડાએ કહ્યું, ‘તેઓ ખુબ અસ્વસ્થ હતા અને તેમને લાગી રહ્યુ હતુ કે તેમના વગર અમે સારુ જીવન જીવીશું પરંતુ તેમણે જીવ ગુમાવ્યો અને અમે બરબાદ થઈ ગયા.’ ગયા શનિવારે ફર્નહામ ક્રિકેટ ક્લબ અને ચિપસ્ટેડ ક્રિકેટ ક્લબ વચ્ચેની મેચની શરૂઆત પહેલાં થોર્પની યાદમાં એક સમારોહ યોજાયો હતો, જેમાં તેની પત્ની અને પુત્રીઓ કિટ્ટી અને એમ્માએ હાજરી આપી હતી.
ડિપ્રેશનના કારણે ગંભીર થઇ જતા
અમાન્ડાએ કહ્યું, ‘ગ્રેહામ છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશન અને ચિંતાથી પીડાતા હતા. તેણે મે 2022 માં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે તેણે ઘણા દિવસો ICUમાં રહેવું પડ્યું. તે ડિપ્રેશન અને અસ્વસ્થતાથી પીડાત હતા જેના કારણે ક્યારેક ખૂબ ગંભીર બની જતા હતા.
ગ્રેહામ થોર્પે 100 ટેસ્ટ મેચોમાં 44.66ની એવરેજથી 6744 ટેસ્ટ રન બનાવ્યા, જેમાં 16 સદી અને 39 અડધી સદી સામેલ છે. થોર્પે ઈંગ્લેન્ડ માટે 82 વન-ડે ઈન્ટરનેશનલ મેચો પણ રમી હતી. આ દરમિયાન 37.18ની એવરેજથી 2380 રન બનાવ્યા હતા. થોર્પે વન-ડે ઈન્ટરનેશનલમાં 21 અડધી સદી ફટકારી હતી.