‘મારા પ્રિય મિત્ર શિન્ઝો આબે’ પરના હુમલાથી ખૂબ જ દુઃખી: વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે તેઓ તેમના “પ્રિય મિત્ર શિન્ઝો આબે” પરના હુમલાથી ખૂબ જ દુઃખી છું, જે જાપાનના ભૂતપૂર્વ PM છે. અમારી સાંત્વના અને પ્રાર્થના તેમના પરિવાર અને જાપાનના લોકો સાથે છે,” તેમણે ટ્વિટ કર્યું.
- Advertisement -
Deeply distressed by the attack on my dear friend Abe Shinzo. Our thoughts and prayers are with him, his family, and the people of Japan.
— Narendra Modi (@narendramodi) July 8, 2022
- Advertisement -
મારા મિત્ર શિન્ઝો આબે પરના દુ:ખદ હુમલાથી ઊંડો આઘાત: ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ
ભૂતપૂર્વ વડા પ્રધાન અને કૉંગ્રેસના નેતા ડૉ. મનમોહન સિંહે શુક્રવારે દેશના નારા શહેરમાં ભૂતપૂર્વ જાપાની વડા પ્રધાન શિન્ઝો આબે પર થયેલા હુમલા અંગે આઘાત વ્યક્ત કર્યો હતો. “મારા મિત્ર પૂર્વ વડાપ્રધાન આબે પર થયેલા દુ:ખદ હુમલાથી ઊંડો આઘાત લાગ્યો છે. મારી પ્રાર્થનાઓ તેમની અને તેમના પરિવાર સાથે છે,” તેમણે ટ્વિટ કર્યું.
"Deeply shocked by the tragic attack on my friend former Prime Minister Abe.
My prayers are with him and family," says former Prime Minister and Congress leader Dr Manmohan Singh. pic.twitter.com/EXTbwEd0D0
— Aryaan Zubair (@aryanzalwar) July 8, 2022
ઓસ્ટ્રેલિયાના પીએમએ પણ સંવેદના વ્યક્ત કરી
ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની આલ્બાનીસે શિન્ઝો આબે પર થયેલા હુમલા અંગે કહ્યું કે, પૂર્વ પીએમ શિન્ઝો આબેને ગોળી મારી દેવામાં આવી હતી… આ એકદમ ચોંકાવનારા સમાચાર છે. આ સમયે તેમના પરિવાર અને જાપાનના લોકો પ્રત્યે અમારી સંવેદના છે.
Dismay after ‘wise friend’ to Australia, Shinzo Abe, shot | @rachelclun https://t.co/85ywpDJlRk
— The Sydney Morning Herald (@smh) July 8, 2022
બ્રિટનના પીએમ બોરિસ જોન્સને પણ શોક વ્યક્ત કર્યો
શિન્ઝો આબે પર થયેલા આ હુમલાને લઈને બ્રિટનના પીએમ બોરિસ જોન્સન તરફથી પણ શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, શિન્ઝો આબે પર થયેલા કાયરતાપૂર્ણ હુમલાથી ઊંડો આઘાત લાગ્યો છે. તેમના શુભચિંતકો અને પરિવાર પ્રત્યે મારી સંવેદના.
Prime Minister Boris Johnson of Britain tweeted that he was "utterly appalled and saddened to hear about the despicable attack on Shinzo Abe. My thoughts are with his family and loved ones." https://t.co/leIXgwZurP
— The New York Times (@nytimes) July 8, 2022
અમેરિકા દ્વારા બહાર પાડવામાં આવેલ નિવેદન
અમેરિકા વતી રાજદૂત રામ ઈમેન્યુઅલે શિન્ઝો આબે વિશે કહ્યું કે, આબે જાપાનના મહાન નેતા છે અને અમેરિકાના સારા મિત્ર પણ છે. અમેરિકાની સરકાર અને લોકો તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. અમે જાપાનના લોકો અને તેમના પરિવાર સાથે ઉભા છીએ.
તે જ સમયે, વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિંઝો આબે વિરુદ્ધ હિંસક હુમલા વિશે સાંભળીને અમે આઘાત અને દુઃખી છીએ. અમે રિપોર્ટ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. તેમના પરિવાર અને જાપાનના લોકો પ્રત્યે અમારી સંવેદના.
https://twitter.com/observingjapan/status/1545300361195528192
જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ શુ કહ્યું ?
જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ આ હુમલા વિશે કહ્યું કે, આ બર્બર અને દુર્ભાવનાપૂર્ણ છે અને તેને સહન કરી શકાય નહીં. અમે અમારાથી બનતું બધું કરીશું… આ સમયે, ડૉક્ટર શિન્ઝો અબેને બચાવવા માટે શક્ય તેટલું બધું કરી રહ્યા છે.
શિન્ઝો આબે પર આ હુમલો નારા શહેરમાં થયો હતો. ત્યારે તેઓ ભાષણ આપી રહ્યા હતા. અચાનક આબે નીચે પડી ગયા તેના શરીરમાંથી લોહી પણ નીકળી રહ્યું હતું. શિન્ઝો આબેના અચાનક પડી જવાથી ત્યાં હાજર લોકોને કોઈ મતલબ ન હતો. પરંતુ આ દરમિયાન કેટલાક લોકોએ ત્યાં ગોળીબારનો અવાજ સાંભળ્યો. હાલ એક શંકાસ્પદની અટકાયત કરવામાં આવી છે.