ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ગીર સોમનાથ વેરાવળના લોહાણા સમાજના વેપારી નીરજભાઈ નથવાણી ની દીકરી શ્રીધરી કે જે આદિત્ય બિરલા હાયર સેક્ધડરી સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કર્યો. તેણીએ વષે 2025 ની SSC (ધો.10) ની ગુજરાત બોડેની પરીક્ષામાં અંગ્રેજી માધ્યમમાં કુલ 600 ગુણમાંથી 570 ગુણ પ્રાપ્ત કરી 95% સાથે 99.28% પસેન્ટાઇલ મેળવી નથવાણી પરિવાર તેમજ વેરાવળ લોહાણા સમાજનું ગૌરવ વધારવા બદલ શ્રી લોહાણા મહાજન વેરાવળ ના પ્રમુખ વિક્રમભાઈ તન્ના, ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપારેલિયા સહિતના કારોબારી સભ્યોએ શુભકામના પાઠવેલ અને વધુમાં જણાવેલ કે શ્રીધરી બાળપણથી પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી પ્રેરિત બાળ સંસ્કાર કેન્દ્ર તથા સ્વાધ્યાય કેન્દ્રમાં નિયમીત જાય છે. અને તેણી પોતાને મળેલી આ સફળતાનો સંપૂર્ણ શ્રેય એમને આભારી છે તેવું માને છે.
- Advertisement -
અભ્યાસની સાથે તેણીએ સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતાના 700 શ્લોક તથા અન્ય અનેક સ્તોત્ર કંઠસ્થ કયો છે. તદુપરાંત સ્પોર્ટ્સમાં પણ તે ટેબલ ટેનિસની સારી ખેલાડી છે. અને ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ ગીર- સોમનાથનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. સાથે સંગીતમાં પણ તે રસ ધરાવે છે. વર્ષ 2025 માંજ SSCમાં હોવા છતાં તેણીએ કલા મહાકુંભમાં સૌરાષ્ટ્ર ઝોન લેવલે ગીર- સોમનાથનું પ્રતિનિધિત્વ કરેલ. સંસ્કૃત ભાષા પણ તેણી શીખે છે. તેમજ સંસ્કૃત ભાષાની સંસ્કૃત ગૌરવ પરીક્ષાની બધીજ (4 પરીક્ષા) તેણીએ 15 વર્ષની ઉંમરે પાસ કરી લીધી છે. આ સાથે તેણી સિધ્ધિ ટયુશન ક્લાસીસના સંચાલક પરેશભાઈ કક્કડ સરના માર્ગદર્શન હેઠળ એજ્યુકેશન સાથે આત્મવિશ્વાસ વધાર્યો. આયુર્વેદ તથા સંસ્કૃત ભાષામાં વધારે રુચિ હોય તેથી તે વિષે તે આગળ અભ્યાસ કરવા સમાજ સાથે તજજ્ઞોનો આભાર માન્યો છે.